કામરેજના ઉભેળમાં નવા બનતા બ્રિજ પરથી આખે આખું રોડ રોલર નીચે ખાબક્યું
સુરતના કામરેજના ઉભેળ ગામે નેશનલ હાઈવેના બ્રિજ પરથી રોડ રોલર નીચે પટકાયું હતું. રોડ રોલર નીચે ઊંધુ પટકાતા ઓપરેટરના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા. જો કે, ભારેખમ રોડ રોલર લોકોથી ઉંચકાય તેમ પણ ન હોવાથી ઓપરેટરનું ઘટનાસ્થળે જ અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ઓપરેટરનું ઘટનાસ્થળે જ મોત નીપજતાં ચકચાર મચી ગઈ હતી. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઓપરેટર અમિતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
રોડની કામગીરી દરમિયાન અકસ્માત થયો હતો. સુરત જિલ્લાના કામરેજ સ્થિત ઉભેળ ગામે નેશનલ હાઈવેના બ્રિજની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન અહીં રોડ રોલરથી કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન અકસ્માતે રોડ રોલર બ્રિજ પરથી નીચેના રોડ પર પટકાયું હતું. આ ઘટનામાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. નિર્માણાધીન બ્રિજ પરથી રોડ રોલર નીચે રોડ પર પટકાતાં ત્યાં અરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગામના રહીશો અને ત્યાં કામ કરતા લોકો એકઠા થઈ ગયા હતા. રોડ રોલર નીચે પટકાઇ ઊંધું વળી ગયું હતું. આ ઘટનામાં ચાલક રોડ રોલર નીચે દબાઇ જતા લોહીના ફૂવારા છૂટ્યા હોય તેમ રસ્તા પર લોહીની ધારા જોવા મળી હતી. રોડ રોલર નીચે દબાયેલા ચાલકનું બચાવ થાય તે પહેલા મોત નીપજ્યું હતું.આ ઘટનાને લઈને ટ્રાફિકજામનાં દૃશ્યો પણ સામે આવ્યા હતા. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો. તેમજ આ ઘટનામાં મૃતક રોડ રોલરના ચાલકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખેસડી વધુ તપાસ હાથ ધરી હતી.