હા, હુ નરેન્દ્ર મોદીની પત્ની છુ - જશોદાબેન મોદી(જુઓ વીડિયો)
જશોદાબેનનો ઈંટરવ્યુ
જે વ્યક્તિને તે પોતાના 'પતિ' કહે છે, તે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર છે અને આ વર્ષે રાજકારણના મહત્વપૂર્ણ ચહેરા તરીકે ઉપસી આવ્યા છે. પરંતુ 62 વર્ષીય રિટાયર્ડ સ્કુલ ટીચર જશોદાબેન રાજકારણની ઉથલ પાથલની દૂર સન્નાટામાં જીંદગી ગુજારી રહી છે.ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે જ્યારે તેમના લગ્ન થયા, તો તે 17 વર્ષની હતી અને ત્રણ વર્ષ બાદ બંને અલગ થઇ ગયા હતા. ઇન્ડિયન એક્સપ્રેસના અનુસાર જશોદાબેનનું માસિક પેન્શન 14 હજાર રૂપિયા છે અને મોટાભાગનો સમય પોતાના ભાઇઓ સાથે રહે છે.તેમનો મોટાભાગનો સમય પૂજા-પાઠમાં પસાર થાય છે. તેમના સંબંધીઓને મળવા અમદાવાદ પહોંચેલા જશોદાબેન કેટલાક વર્ષો બાદ મીડિયાને ઇન્ટરવ્યું આપવા માટે રાજી થઇ ગયા, પરંતુ ફોટો પડાવવાની મનાઇ કરી દિધી. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા પછી પોતાના પ્રથમ ઇન્ટરવ્યુંમાં તેમને શું શું કહ્યું હતું. જાણો તેમણે શુ કહ્યુ... પ્રશ્ન: તમારા લગ્નને કેટલા વર્ષ થયા અને તે સંબંધની શું સ્થિતી છે?જશોદાબેન: જે સમય લગ્ન થયા ત્યારે મારી ઉંમર 17 વર્ષની હતી.. હું જ્યારે તેમના ઘરે ગઇ, તો અભ્યાસ છોડી ચૂકી હતી, પરંતુ મને યાદ છે કે તે કહેતા હતા કે મારે આગળ અભ્યાસ કરવો. તે મોટાભાગે મને અભ્યાસ પુરો કરવાની વાત કરતા હતા. શરૂઆતમાં તે મારી સાથે વાત કરવામાં રસ દાખવતા હતા અને રસોઇના કામકાજમાં પણ દરમિયાનગિરી કરતા હતા.પ્રશ્ન: શું તમે આ સંબંધનો બોજો અનુભવો છો, ખાસ કરીને જ્યારે મીડિયા તમારા સંબંધ વિશે પ્રશ્ન કરે છે? શું તમને લો-પ્રોફાઇલ રહેવા માટે સલાહ આપવામાં આવી છે? જશોદાબેન: અમે ક્યારેય પણ એકબીજાના સંપર્કમાં રહ્યાં નથી અને અમે જ્યારે અલગ થયા હતા, ત્યારે પણ બધું બરોબર હતું, કારણ કે અમારી વચ્ચે ક્યારેય લડાઇ થઇ ન હતી. હું તે વાતો નહી કહું જે સાચી નથી. ત્રણ વર્ષમાં અમે ફક્ત ત્રણ મહિના જ સાથે હતા. અગલ થયાથી માંડીને આજ સુધી અમારી વચ્ચે ક્યારેય વાતચીત થઇ નથી.આગળ 'હું જાણું છું તે એક દિવસ વડાપ્રધાન બનશે' જુઓ વીડિયો..
પ્રશ્ન: શું તમને નરેન્દ્ર મોદી વિશે ખબર રહે છે?જશોદાબેન: જી હા, મને જ્યારે પણ કંઇક મળે છે, હું જરૂર વાંચું છું. હું સમાચારોમાં છપાતા દરેક લેખ વાંચું છું અને ટેલિવિઝન પર સમાચારો પણ જોવું છું. મને તેમના વિશે વાંચવું સારું લાગે છે.'
હું જાણું છું તે એક દિવસ વડાપ્રધાન બનશે'
પ્રશ્ન: જો તે દેશના આગામી વડાપ્રધાન બનીને દિલ્હી જાય છે અને તમને બોલાવે છે, તો શું તમે તેમની પાસે જશો? શું તમે તેમની સાથે મુલાકાત કરવા માટે પ્રયત્ન કરશો?જશોદાબેન: હું તેમને ક્યારેય મળવા ગઇ નથી અને અમે ક્યારેય સંપર્કમાં રહ્યાં નથી. મારું એવું માનવું છે કે તે મને ક્યારે નહી બોલાવે. હું ફક્ત એટલું જ કહી શકું કે હું તેમને કોઇ નુકસાન પહોંચાડવા માંગતી નથી. હું ફક્ત પ્રાર્થના કરું છું કે તે આગળ વધે. હું જાણું છું કે તે એક દિવસ વડાપ્રધાન બનશે!'
આરએસએસ શાખાઓમાં સમય પસાર કરતા હતા'પ્રશ્ન: શું તેમણે ક્યારેય તમને કહ્યું હતું કે તે તમને છોડી રહ્યાં છે અથવા તો લગ્નનો સંબંધ ખતમ કરી રહ્યાં છે?જશોદાબેન: તેમને એક વાર કહ્યું હતું, 'મારે દેશભરમાં ફરવું છે અને જ્યાં મારું મન કરશે, હું ત્યાં જતો રહીશ, તમે મારી પાછળ આવીને શું કરશો?' જ્યારે હું તેમના પરિવાર સાથે રહેવા માટે વડનગર આવી, તો તેમણે મને કહ્યું ''હજુ સુધી તમારી ઉંમર વધુ નથી, તો પછી તમે સાસરીમાં રહેવા માટે કેમ આવી ગયા? તમારે તમારા અભ્યાસ પર ધ્યાન આપવું જોઇએ.'' અલગ થવાનો નિર્ણય મારો હતો અને અમારી વચ્ચે ક્યારેય લડાઇ થઇ નથી.તે મારી સાથે આરએસએસ અથવા બીજી કોઇ રાજકીય વિચારધારા વિશે ક્યારેય વાત કરતા ન હતા. જ્યારે તેમણે મને જણાવ્યું કે તે ઇચ્છામુજબ તે દેશભરમાં ફરવા માંગે છે, તો મેં કહ્યું કે હું તેમની સાથે આવવા માંગું છું. જો કે કેટલાક અવસરો દરમિયાન હું મારી સાસરીમાં ગઇ, તો તે ત્યાં હાજર રહેતા ન હતા અને તેમણે ત્યાં આવવાનું પણ છોડી દિધું. તે મોટાભાગનો સમય આરએસએસ શાખાઓમાં પસાર કરતા હતા. એટલા માટે એક સમય પછી ત્યાં જવાનું છોડી દિધું અને મારા પિતાના ઘરે પરત આવી ગઇ.આગળ 'હું અત્યારે પણ નરેન્દ્ર મોદીની પત્ની છું'
પ્રશ્ન: શું તમે અત્યારે પણ કાયદાકીય રીતે નરેન્દ્ર મોદીની પત્ની છો?જશોદાબેન: જ્યારે લોકો તેમનું નામ લે છે, ત્યારે મારો ઉલ્લેખ જરૂર થાય છે, ભલે બેકગ્રાઉન્ડમાં આવે. શું તમે મારી પાસે આટલે દૂર શોધતા શોધતા ઇન્ટવ્યું લેવા માટે અહીં આવ્યા નથી? જો હું તેમની પત્ની ના હોત તો શું તમે મારી સાથે વાત કરવા માટે અહીં આવતા?પ્રશ્ન: શું તમને એ વાતનું ખોટું લાગે છે કે નરેન્દ્ર મોદીએ આટલા વર્ષોમાં તમને પત્નીનો દરજ્જો ન આપ્યો?જશોદાબેન: ના. મને જરાપણ ખોટું લાગતું નથી કારણ કે હું જાણું છું કે તે આમ ભાગ્ય અને ખરાબ સમયના લીધે કરી રહ્યાં છે. આવી પરિસ્થિતીમાં તેમણે આ પ્રકારની વાતો કહેવી પડે છે અને ખોટું પણ બોલવું પડે છે. હું મારી હાલાતને પણ ખરાબ માનતી નથી, કારણ કે એક પ્રકારે મારી કિસ્મતમાં પણ સુધારો આવ્યો છે.'
બીજા લગ્ન કરવાનો વિચાર ન આવ્યો'પ્રશ્ન: તમે બીજીવાર લગ્ન કેમ ન કર્યા?જશોદાબેન: આ અનુભવ પછી મને લાગતું ન હતું કે હું ફરીથી લગ્ન કરવા માંગું. મારું દિલ જ ન હતું.
પ્રશ્ન: જ્યારે તમે તમારા માતા-પિતાના ઘરે પરત આવ્યા, તો પોતાને કેવી રીતે સંભાળ્યા?જશોદાબેન: મારા સાસુ-સસરા સારો વ્યવહાર કરતા હતા, પરંતુ લગ્ન વિશે ક્યારેય પણ વાત કરતા ન હતા. મારા પિતાએ મારા અભ્યાસ માટે ફી ચૂકવી અને તેને ચાલુ રાખવા માટે મારા ભાઇઓ તરફથી આર્થિક મદદ મળી. જ્યારે હું બે વર્ષની હતી, તો મારી માતાને ગુમાવી દિધી હતી. અને જ્યારે મેં ફરીથી અભ્યાસ શરૂ કર્યો, તો બે વર્ષ બાદ પિતાજી ગુજરી ગયા. તે સમયે હું દસમા ધોરણમાં હતી. જો કે મેં જ્યારે અભ્યાસ શરૂ કર્યો, તો મને તેમાં રસ પડવા લાગ્યો અને વર્ષ 1974માં મેં એસએસસી પાસ કર્યું. ત્યારબદ 1976માં ટીચર ટ્રેનિંગ પુરી કરી અને 1978માં હું શિક્ષક બની ગઇ. '
પૂજા-પાઠમાં મારો સમય પસાર કરું છું'પ્રશ્ન: નિવૃતિ બાદ તમે દિવસ કેવી રીતે પસાર કરો છો?જશોદાબેન: મને વાંચવું ખૂબ ગમે છે અને મેં પહેલા થી પાંચમા ધોરણના ક્લાસમાં ભણાવ્યું છે. હું બધા જ વિષયો ભણાવતી હતી. હાલ મારા દિવસની શરૂઆત સવારે 4 વાગ્યાથી થાય છે અને અંબેમાની પૂજાથી શરૂઆત કરું છું. હું મારો સમય ભક્તિમાં પસાર કરું છું. હું મોટાભાગનો સમય મોટાભાઇ અશોક મોદી સાથે પસાર કરું છું, જે ઉંઝામાં રહે છે, પરંતુ સાથે જ જ્યારે મન કરે છે તો મારા બીજા ભાઇના ત્યાં જતી રહું છું જે ઉંઝા નજીક બ્રાહ્મણવાડામાં રહે છે. મને લાગે છે કે જીંદગીમાં મને સારા ભાઇઓ મળ્યા છે, જેમને મારો પુરો ખ્યાલ રાખ્યો છે.મોદીની પત્ની પર પહેલાં પણ મચ્યો છે હોબાળોનરેન્દ્ર મોદીની પત્નીને લઇને પહેલાં પણ ઘણીવાર હોબાળો મચી ચૂક્યો છે. તેમણે એકવાર શશિ થરૂરને નિશાન બનાવીને સુનંદા પુષ્કર પર કોમેન્ટ કરી હતી, તો કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે સવાલ ઉઠાવ્યો હતો કે મોદી પોતાની પત્નીને લઇને ચૂપ કેમ છે?આગળ જશોદાબેનનો ઇન્ટરવ્યું વિરોધીઓ માટે હથિયાર બની શકે છે
આ પહેલાં પણ મીડિયામાં જશોદાબેનની કહાણી અને તેમની સાથેની વાતચીત છપાઇ ચૂકી છે, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિશે અત્યાર સુધી કશું કહ્યું નથી. આ ઉંડું રહ્યું છે કે જશોદાબેનના નિવેદન છતાં તે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કેમ કરતા નથી. ભાજપ માટે પણ આ સંવેદનશીલ મુદ્દો છે અને લોકસભાની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીની પત્નીનો ઇન્ટરવ્યું વિરોધીઓને ફરી એકવાર હુમલો કરવા માટે સાધન આપી શકે છે. જોઇએ રાજકીય જગત આ ઇન્ટરવ્યુંને કયા પ્રકારે લે છે.