શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

અયોધ્યા વિવાદ પર આજે નિર્ણય થશે

N.D
દેશમાં કડક સુરક્ષા વ્યવસ્થા અને શાંતિ અને સદ્દભાવ બનાવી રાખવાની અપીલો વચ્ચે ઈલાહાબદ હાઈકોર્ટ ન્યાયલયની વિશેષ લખનૌ પીઠ આજે અયોધ્યા વિવાદના માલિકીના હકનો બહુપ્રતિક્ષિત નિર્ણય સંભળાવશે.

ઈલાહાબાદ હાઈકોર્ટની વિશેષ લખનૌ પીઠે આ નિર્ણય સાઢા ત્રણ વાગ્યે સંભળાવશે. ન્યાયાલમાં ચાલી રહેલ આ કેસમાં 89 સાક્ષીઓએ 14036 પુષ્ઠનુ નિવેદન નોંધાવ્યુ છે. માનસ પટલને પ્રભાવિત કરનારા દેશનો આ સૌથી મોટો કેસ છે. આ કેસમાં સોળ જાન્યુઆરી 1950થી પ્રક્રિયા શરૂ થઈ હતી.

હાઈકોર્ટની લખનૌ પીઠે વિશેષ પૂર્ણપીઠમાં આ મુદ્દાની 21 વર્ષ સુનાવણી ચાલી. આ દરમિયાન 13 વાર વિશેષ પૂર્ણપીઠ અને 19 ન્યાયાધીશ બદલવામાં આવ્યા.

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ શંકર રે, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તથા હાઈકોર્ટના વકીલ રવિ શંકર પ્રસાદ જયરયાબ્જિલાની, જનતા પાર્ટીના ધ્યક્ષ અને અર્થશાસ્ત્રી ડો. સુબ્રહ્મળ્યમ સ્વામી કૃષ્ણમનિ, કે એન. ભટ્ટ, હરિશંકર જૈન, અજય પાંડેય, મુકુલ રોહતગી, જી રાજગોપાલન, રાકેશ પાંડેય અને એ.પી શ્રીવાસ્તવ સહિત લગભગ 40 અધિવક્તાઓએ આ કેસની ચર્ચા કરી.

આ મુદ્દામાં ન્યાયાલયને મુખ્યરૂપથી ચાર બિંદુઓને સંજ્ઞાનમાં લઈને પોતાનો નિર્ણય સંભળાવવાનો છે. પહેલો વિવાદિત ધર્મસ્થળ પર માલિકીનો હક કોણો છે. બીજો શ્રીરામ જન્મભૂમિ ત્યાં જ છે કે નહી. ત્રીજુ શુ 1528મા મંદિર તોડીને બાબરી મસ્જિદ બની હતી અને ચોથો જો આવુ છે તો છે તોઆ ઈસ્લામની પરંપરાઓના વિરુધ્ધ છે કે નહી.

આઝાદ ભારતમાં આ વિવાદે 16 જાન્યુઆરી 1950ના કેસનુ રૂપ લીધુ. 22-23 સપ્ટેમ્બર 1949ની રાત વિવાદિત માળખાના ત્રણ ગુમ્મટોમાંથી વચ્ચેના ગુમ્મટમાં રામલલ્લાની મૂર્તિ મુકી દેવામાં આવી હતી. રામલલ્લાની પૂજા અર્ચના વિધિવત કરવા માટે 16 જાન્યુઅરી 1950ના રોજ ગોપાલ સિંહ વિશારદે ફૈજાબાદની જિલ્લા કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારથી આ મુદ્દો કોર્ટમાં હતો.

ફેજાબાદ તાત્કાલિત અપર જિલ્લા ન્યાયાધેશ એન.એન ચંદ્રાએ આની મંજૂરી આપી. જેની સાથે કોર્ટે ન્યાયલયની ત્યા રિસિવર પણ નિયુક્ત કરી દીધા. સન 1959માં નિર્મોહી અખાડાએ રિસીવરની વ્યવસ્થા સમાપ્ત કરી વિવાદિત સ્થળને તેને સોપંવાઅ માટે ફૈજાબાદની જ જિલ્લા કોર્ટમાં કેસ કર્યો.

સન 1961માં સુન્ની વક્ફ બોર્ટે અને મોહમ્મદ હાશિમ અંસારી સહિત આઠ અન્ય મુસ્લિમોએ વિવાદિત ઘર્મસ્થળને મસ્જિદ જાહેર કરીને અને રામલલ્લાની મૂર્તિ હટાવવા માટે કેસ નોંધ્યો.

સન 1989માં દેવકી નંદન અગ્રવાલ પણ આ મુદ્દા સાથે જોડાય ગયા અને તેમણે વિવાદિત ઘર્મસ્થળને રામલલ્લા વિરાજમાનની મંજૂરી જાહે5અ કએરવાની અરજી હાઈકોર્ટની લખનૌ પીઠમાં દાખલ કરી.

ફેજાબાદની જિલ્લા કોર્ટમાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલ આ કેસમાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે 1 ફેબ્રુઆરી 1986ન રોજ જિલ્લા જજ કૃષ્ણ મોહન પાંડેયે વિવાદિત માળખાના ગેટ પર લાગેલ તાલાને ખોલવાનો આદેશ અધિવક્તા ઉમેશ ચંદ્ર પાંડેયની અરજી પર આપી દીધો. આ આદેશને ત્રન ફેબ્રુઆરી 1986ના રોજ મોહમ્મદ હાશિમ અંસારીએ હાઈકોર્ટની લખનૌ પીઠમાં પડકાર આપી દીધો. આ પહેલા 1984માં શ્રી રામ જન્મભૂમિ યજ્ઞ સમિતિના કૂદવાથી આ આંદોલને તૂલ પકડ્યુ.

કાયદાકીય દાવપેચોમાં ગૂંચવાયેલા આ મુદ્દામાં 6 ડિસેમ્બર 1992માં મોટો વળાંક આવ્યો અને વિવાદિત માળખાને ધ્વસ્ત કરી દેવામાં આવ્યુ. માળખુ ધ્વસ્ત થયા પછી કેન્દ્ર સરકરે સાત જાન્યુઆરી 1993ના રોજ સંસદમાં કાયદો બનાવીને 67 એકરથી વધુ જમીન પોતાના હસ્તાંતરણમાંલઈ લીધી.

અધિગ્રહણના આ અધિનિયમ વિરુદ્ધ સેંટ્રલ સુન્ની બોર્ડ, અક્ષય બ્રહ્મચારી, હાફિજ મહેમૂદ એખલાખ અને જામિયાતુલ ઉલેમા-એ-હિન્દે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. ઉચ્ચ ન્યાયાલયે બધી અરજીઓને સુપ્રીમ કોર્ટમાં મોકલી આપી. આ દરમિયાન કોર્ટમાં અગાઉથી ચાલી રહેલ કેસની સુનાવની પણ અટવાય રહી.

કેસને જલ્દી ઉકેલવા હાઈકોર્ટે માર્ચ 2002માં દરરોજ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો. કોર્ટે પાંચ માર્ચ 2003ના રોજ હસ્તાંતરિત પ્રાંગણમાં પુરાતાત્વિક ખોદકામનો આદેશ આપ્યો.

ખોદકામ 12 માર્ચથી સાત ઓગસ્ટ સુધી ચાલ્યુ. એ દરમિયાન 22 ઓગસ્ટના રોજ પુરાતત્વ વિભાગે પોતાની રિપોર્ટ ન્યાયાલયને સોંપી દીધી. દાવો કરવામાં આવ્યો હતો કે પુરાતાત્વિક ખોદકામમાં પ્રાચીન મૂર્તિઓ અને કસૌટીના પત્થરોના અવશેષો મળ્યા છે.

રિપોર્ટના વિરોધના રૂપમાં મુસ્લિમ પક્ષે કોર્ટમાં આઠ સાક્ષી રજૂ કર્યા, જેમા છ હિન્દૂ હતા, જ્યારે કે રિપોર્ટના પક્ષમાં યાંચી દેવકી નંદન અગ્રવાલ તરફથી ચાર સાક્ષી રજૂ થયા. સન 191માં કેસના એક પ્રમુખ વાદી પરમહંસ રામચંદ્ર દાસે પોતાનો વાદ પરત લઈ લીધો હતો તેથી હાઈકોર્ટની લખનો પીઠે મૂળરૂપે ચાર વાદો પર જ સુનાવણી કરી. આ વર્ષે 26 જુલાઈના રોજ આ કેસની સુનાવણી પૂરી થઈ.

આ સંબંધમા પક્ષકાર સંખ્યા 17 રમેશ ચંદ્ર ત્રિપાઠીની અરજી 15 સપ્ટેમબ્રના રોજ આવી, પરંતુ આ પહેલા આઠ સપ્ટેમ્બરના રોજ કોર્ટે 24 સપ્ટેમ્બરના રોજ સાડા ત્રણ વાગ્યે નિર્ણય આપવાનુ એલાન કરી દીધુ. 17 સપ્ટેમ્બર 2010ના રોજ ન્યાયમૂર્તિ એસ. યૂ. ખાન અને ન્યાયમૂર્તિ સુધીર અગ્રવાલે ત્રિપાઠેની અરજી રદ્દ કરી દીધી અને તેમના પર 50 હજાર રૂપિયાનો દંડ કર્યો અને 24 સપ્ટેમ્બરના રોજ આવનારા નિર્ણયને 28 સુધી સ્થગિત કરી દીધો.

ઈલાહાબાદ હાઈકોર્ટની લખનૌ પીઠની વિશેષ પૂર્ણપીઠ દ્વારા આજે નિર્ણય સંભળાવી દીધા પછી લગભગ 60 વર્ષ જૂના વિવાદના કેસના નિર્ણયનો આજે પ્રથમ પડાવ પાર થઈ જશે.