રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 30 ઑગસ્ટ 2012 (16:08 IST)

કસાબને ખુલેઆમ ફાંસી આપવામાં આવે - ઉદ્ધ્વ ઠાકરે

P.R
શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે માગણી કરી કે મુંબઇ હુમલાના આરોપી પાકિસ્તાની આતંકવાદી અજમલ આમીર કસાબને ખુલેઆમ ફાંસી આપવામાં આવે.

મુંબઇ હુમલામાં ૧૬૬ લોકોએ જીવ ખોયો હતો. ઉદ્ધવ ઠાકરેએ એ પણ જાણવા ઇચ્છ્યું કે ર૦૦૧માં સંસદ પર થયેલા હુમલાના કેસમાં મોતની સજા ફટકારાયેલા અફઝલ ગુરુને કેમ જલદીમાં જલદી ફાંસી પર ન લટકાવવામાં આવે?

ઠાકરેએ સુપ્રીમ કોર્ટ દ્વારા કસાબની મોતની સજા યથાવત રાખવા અંગેના અપાયેલા ચુકાદા અંગે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે, દેશના દુશ્મનો પર દયા કઇ વાતની?, મહારાષ્‍ટ્રના ગૃહમંત્રી આર.આર.પાટિલે આશા વ્યક્ત કરી છે કસાબને જલદીમાં જલદી સજા આપવામાં આવશે.