શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

જો તમે રોજ 25 રૂપિયાથી વધુ ખર્ચ કરો તો તમે ગરીબ નથી

N.D
યોજના આયોગની ગરીબીની નવી પરિભાષાએ દરેક સામાન્ય માણસને અચંબમાં નાખી દીધા છે. આયોગના મુજબ ગરીબ એ છે જે રોજ 25 રૂપિયાથી ઓછા ખર્ચ કરે છે. મોંઘવારીથી ત્રસ્ત પ્રજા માટે આ કોઈ મજાકથી ઓછુ નથી. આ પરિભાશાથી લોકો નારાજ છે. રાષ્ટ્રીય સલાહકાર પરિષદની સભ્ય અરુણા રાય એ યોજના આયોગના આ વિચારની આલોચના કરી છે.

યોજના આયોગની પરિભાષા મુજબ ગરીબ એ છે જે રોજ 25 રૂપિયાથી ઓછા ખર્ચ કરે છે. યોજના આયોગના મુજબ શહેરમાં રોજ 32 રૂપિયા અને ગામમાં રોજ 26 રૂપિયા ખર્ચ કરનાર વ્યક્તિ બીપીએલ પરિવારોને મળનારી સુવિદ્યા મેળવવાનો હકદાર નથી.

રાયે કહ્યુ કે સરકારને ગરીબો પ્રત્યે સહાનુભૂતિ નથી એ આના દ્વારા સ્પષ્ટ થાય છે.

તેમણે કહ્યુ કે ગરીબોની સંખ્યા કુત્રિમ રીતે ઘટાડવા માટે આવુ કરવામાં આવ્યુ છે જેથી સરકારને ઓછો ખર્ચ કરવો પડે.

યોજના આયોગ મુજબ મુંબઈ, દિલ્લી અને બેગ્લોરમાં રહેનાર પરિવાર જો દર મહિને 3890 રૂપિયા ખર્ચ કરે છે તેઓ તે ગરીબ ન કહેવાય.