શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: જમ્મુ , ગુરુવાર, 30 જાન્યુઆરી 2014 (16:51 IST)

ભગવાનને પણ ઠગ્યા, વૈષ્ણોદેવીમાં ચઢાવાયેલુ 43 કિલો સોનુ નકલી નીકળ્યુ

.
P.R
જમ્મુ અને કાશ્મીરમાં આવેલ પવિત્ર વૈષ્ણોદેવી મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલ 43 કિલો સોનુ અને 57 હજાર કિલો ચાંદી નકલી નીકળી છે. આરટીઆઈ નીચે કરવામાં આવેલ અરજીમાં આ માહિતી મળી છે. આ તીર્થસ્થળમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન ચઢાવવામાં આવેલ 193.5 કિલો સોનુ અને 81,635 કિલો ચાંદી વિશે આરટીઆઈમાં માહિતી માંગવામાં આવી હતી.

તીર્થસ્થળના મેનેજમેંટ બોર્ડના મુખ્ય અધિકારી એમ.કે ભંડારીએ કહ્યુ કે ચઢાવવામાં આવેલ 43 કિલો સોનુ અને 57,815 કિલો ચાંદી નકલી મળી આવી છે. તેમણે જણાવ્યુ કે અહી ચઢાવવામાં આવેલ કિમંત ધાતુઓને સિક્કામાં ઢાળવા માટે સરકાર પાસે મોકલ્યુ હતુ. આ સિક્કાને શ્રદ્ધાળુઓ દ્વારા યાદગાર ભેટ તરીકે ખરીદવામાં આવે છે.

તેમણે કહ્યુ કે કેટલાક શ્રદ્ધાળુઓએ શુદ્ધતાની તપાસ કર્યા વગર સોનુ ચાંદી ખરીદ્યુ હશે. માતા વૈષ્ણોદેવી મંદિરને દેશના પવિત્ર સ્થળમાંથી કે ગણવામાં આવે છે. ગયા વર્ષે એક કરોડ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા.