સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 8 ફેબ્રુઆરી 2013 (16:11 IST)

મોદીનુ દુનિયાને વચન કે 'હવે ગુજરાતમાં કોમી રમખાણો નહી થવા દઉ'

ALKESH VYAS
P.R
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ મોદીએ યૂરોપી સંઘ મતલબ ઈયૂને વિશ્વાસ અપાવ્યો કે ગુજરાતમાં હવે ક્યારેય કોમી રમખાનો નહી થાય. આ દાવો જર્મન રાજદૂત એમ સ્ટેનરે કર્યો છે. જર્મન રાજદૂતે કહ્યુ કે તેમની સાથેની વાતચીત દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે ગુજરાતમાં હવે ક્યારેય 2002 તોફાનોને ક્યારેય રિપીટ નહી થવા દઉ. જર્મન રાજદૂત મુજબ મોદીએ આ વાત આ જ વર્ષે 7 જાન્યુઆરીના રોજ યૂરોપીયન યૂનિયનના પ્રતિનિધિઓ સાથેની મુલાકાતમાં કરી.

જર્મન રાજદૂત એમ સ્ટેનરે મોદીના હવાલાથી ગુજરાત તોફાનોના સંદર્ભમાં મોદીના આ વચનની માહિતી આપતા કહ્યુ કે ભારતીય રાજનીતિમાં મોદી એક મોટી હસ્તી છે. 7 જાન્યુઆરીના રોજ યૂરોપીય સંઘ સાથે મોદીની મુલાકાત થઈ હતી. આ મુલાકાતની સાથે જ મોદીનો સિયાસી બહિષ્કાર પુર્ણ થયો. 2002ના ગુજરાત તોફાનોને લઈને મોદી આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ આલોચનાના શિકાર બન્યા હતા. આને કારણે જ અમેરિકાએ મોદીને વીઝા નહોતો આપ્યો. જો જર્મન રાજદૂતના ખુલાસામાં સત્યતા છે તો આનાથી મોદીની રાહ આસાન થઈ શકે છે.