શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

સત્સંગ ચાલુ રાખીશ - શ્રી શ્રી રવિશંકર

W.D
આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરે પોતાના પર થયેલ હુમલાથી પોતે અપ્રભાવિત છે એમ બતાવતા કહ્યુ કે તેઓ આગળ પણ સત્સંગ ચાલુ રાખશે. તેમણે કહ્યુ કે મારો કોઈની સાથે ઝગડો નથી કે મારુ કોઈ દુશ્મન નથી.

અહી એક સંવાદદાતા સંમેલનમાં શ્રી શ્રીએ કહ્યુ કે હુમલો આતંક ફેલાવવાના હેતુથી કરવામાં આવ્યો, પરંતુ તેઓ હુમલાવરનુ હૃદય પરિવર્તન કરી નાખશે.

તેમને એ પૂછતા કે જો હુમલાવર પકડાશે તો તમે તેને શુ સજા આપશો, આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપકે કહ્યુ કે હુ તેને યોગ અને ધ્યાન શીખવાડીશ. તેમણે કહ્યુ કે મારો કોઈને સાથે ઝગડો નથી અને મારો કોઈ શત્રુ નથી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે રવિવારે અહીં સત્સંગથી પરત ફરતી વખતે આશ્રમમાં શ્રી શ્રીના ટોળા પર એક અજ્ઞાત બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો. જેમા રવિશંકર તો બચી ગયા હતા પરંતુ તેમના એક શિષ્યને ગોળી જાંઘ પર અડીને નીકળી ગઈ. વિશ્વના 157 દેશોમાં આર્ટ ઓફ લિવિંગનુ કેન્દ્ર છે.

તપાસ માટે પોલીસની બે ટીમ - આ દરમિયાન હુમલા વિશે પોલીસે કહ્યુ કે હજુ આ મુદ્દા પર કોઈ ટિપ્પણી કરવી ઉતાવળ કહેવાશે. પોલીસે કહ્યુ કે આ ઘટનાની તપાસ દરેક રીતે કરવામાં આવી રહી છે.

પોલીસ ઉપાધીક્ષક દેવરાજે જણાવ્યુ કે સંપૂર્ણ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. અમે બધા પ્રવેશ માર્ગો બંધ કરી દીધા છે અને આશ્રમની અંદર તપાસ અભિયાન ચલાવ્યુ છે. હુમલો કરનારની ઓળખ થવી હજુ બાકી છે.

આ ઘટના ગઈકાલે સાંજે લગભગ છ વાગ્યે થઈ, જ્યારે રવિશંકર પોતાની 'કુટિયા' તરફ પરત ફરી રહ્યા હતા. ઘટના પછી તરત જ 54 વર્ષીય રવિશંકરે કહ્યુ હુ સંપૂર્ણ રીતે સુરક્ષિત છુ. રવિશંકરે 'સુદર્શન ક્રિયા'ને દેશ-વિદેશમાં ખ્યાતિ અપાવી છે, જે શ્વાસ લેવાની એક તકનીક છે.