મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (17:51 IST)

12 કલાકમાં કોરોના પૉઝિટિવથી નેગેટિવ થઈ ગયો એક મહીના છ દિવસનો બાળક કોવિડ કેયર સેંટરમાં ચાલી રહી છે સારવાર

માત્ર 12 કલાકમાં એક મહીના છ દિવસનો કોરોના સંક્રમિત બાળક પૉઝિટિવથી નેગેટિવ થઈ ગયો. પશ્ચિમ બંગાળના ચિતરંજનનો રહેતો આ બાળક શહેરના એક પ્રાઈવેટ હોસ્પીટલની પૉઝિટિવ રિપોર્ટના આધારે શુક્રવારે મૉડી રાત્રે એસએનએમએમસીએચ કેથલેબ કોવિડ કેયર સેંટરમાં દાખલ કરાવ્યો. 
 
ચાર કિલોના આ બાળકનો ઑક્સીજન લેવલ 85 જણાવાઈ રહ્યો હતો. તેની સ્થિતિ ગંભીર બની છે. કેથલેબની આઈસીયૂમાં દાખલ કરાયુ જ્યાં તેને ઑક્સીજન પર રાખ્યુ હતું. સવરે બાળકનો  SNMMCH ખાતે ટ્રુનાટ સાથે તપાસ કરવામાં આવી. તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
 
આ પછી બાળકને કોવિડ સેન્ટરથી બાળરોગ વિભાગમાં ખસેડવામાં આવ્યું. RT-PCR ટેસ્ટ માટે સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. બાળકના વૃદ્ધ દાદા -દાદીએ જણાવ્યું હતું કે તેની તબિયત ચાર દિવસ પહેલા એટલે કે બુધવારે બગડી હતી.
 
અહીં ડોક્ટરોને શંકા ગઈ અને બાળકનો કોરોના ટેસ્ટ કરાવ્યા. ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ખાનગી હોસ્પિટલમાં તેમની પાસેથી 2500 રૂપિયા લેવાયા. આ પછી બાળકને SNMMCH કેથલેબ કોવિડ સેન્ટરમાં મોકલાયો. બપોરે 12.30 વાગ્યે, તેઓ બાળક સાથે કેથલેબ પહોંચ્યા, જ્યાં તેને દાખલ કરાયો.
 
બાળકને કેથલેબના ICU માં CCC 118 નંબરના બેડમાં દાખલ કરાવ્યા. અહીં ડોક્ટરોએ બાળકને પોઝિટિવ હોવાની શંકા કરી હતી. આ પછી, SNMMCH ની ટ્રુનાટ લેબમાં તપાસ કરવામાં આવી. અહીં બાળકનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો. આ પછી બાળકને કેથલેબમાંથી બહાર નિકાળીને બાળરોગ વિભાગમાં રાખવામાં આવ્યું, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.