26/11 તાજની ઘટના - જ્યારે પણ આવે છે યાદ તો દેશને ધ્રુજાવી જાય છે
મુંબઈ દેશ આજે મુંબઈ હુમલાની તેરમી વરસી મનાવી રહ્યુ છે. દેશનો દિલ કહેવાતી આર્થિક રાજધાની મુંબઈ પર 26 નવેમ્બરે 2008ને થયા આતંકી હુમલાની યાદો આજે પણ તાજી છે. આ આતંકી હુમલામાં મુંબઈ સાથે આખો દેશ દહલી ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા. આ પ્રી-પ્લાંડ હુમલો મુંબઈના મુખ્ય સ્થાનોમાં પણ જોવા મળ્યો હતો. આ હુમલામાં મુંબઈની તાજ હોટલ, સીએસટી રેલ્વે સ્ટેશન, નરીમન હાઉસ, કામા હોસ્પિટલ જેવા સ્થાનો નિશાના પર હતા. આ હુમલામાં 166 લોકોમાં 144 પોલીસ અધિકારી અને કર્મચારી પણ શહીદ થયા હતા.
60 કલાક સુધી ચાલ્યો હતો સંઘર્ષ , કંપી ગયુ હતુ આખું વિશ્વ
મુંબઈના આ હુમલામાં 60 કલાકો સુધી સંઘર્ષ આખી દુનિયાને હલાવી મુકી હતી. ઉલ્લેખનીય છે કે 2008ના આ હુમલામાં અજમલ કસાબ નામનો એક આતંકી એમના 9 બીજા સહયોગિઓ સાથે સમુદ્રના રાસ્તે મુંબઈ પહોંચ્યો હતો. એવુ માનવું છે કે આતંકિયોને પાકિસ્તાનથી પ્રશિક્ષણ આપ્યુ હતુ. આતંકીઓએ મુંબઈના મુખ્ય સ્થાનો પર હુમલા કરતા હોટલ તાજને પોતાના કબ્જામાં કરી લીધી હતી. કલાકો સુધી ચાલતા આ સંઘર્ષમાં આતંકીઓને પાકિસ્તાનથી દિશા-નિર્દેષ મળી રહ્યા હતા.
સીએસટી સ્ટેશન પર દેખાયા ખોફનાક દૃશ્ય
દેશનુ સૌથી ભરચલ રેલ્વે સ્ટેશનમાંથી એક શિવાજી ટર્મિનલ પર આતંકની આ ખૂની રમતમાં સૌથી ખતરનાક દૃશ્ય જોવા મળ્યું . અહીં મોટી સંખ્યમાં રેલ યાત્રી હતા. તપાસ અધિકારીઓ મુજબ અહીં ગોળીબારીમાં આતંકવાદ અજમલ આમિર કસાબ અને ઈસ્માઈલ ખાન શામેલ હતા. બન્ને આતંકિઓએ અહીં અંધાધુંધ ગોલિઓ ચલાવી. સીએસટીમાં 58 લોકોના મૌત થયા
પૂણેમાં થઈ હતી કસાબને ફાંસી
એક મુશ્કેલ ઓપરેશનમાં સિપાહીઓ ઘણા આતંકીઓને મારી નાખ્યા . પણ સીએસટી સ્ટેશન પર ગોળીઓ ચલાવતા કસાબને જીવતો પકડી લીધો હતો. મુંબઈ હુમલાના બાબતે સુનવણી પછી કસાબને 21 નવંબરે 2012ની સવારે પૂણેની યરવદા જેલમાં ફાંસી પર લટકાવી દીધો. આ હુમલાના માસ્ટર માઈંડ પાકિસ્તાનના હાફિજ સઈદ હતા એવુ કહેવાય છે. હાફિઝ સઈદ આજે પણ પાકિસ્તાનમાં આરામથી રહે છે.