26 જાન્યુઆરી પહેલા આતંકવાદીઓ દેશમાં રચી રહ્યા છે ષડયંત્ર, સમગ્ર દેશમાં એલર્ટ
ગણતંત્ર દિવસ પહેલા દેશમાં આતંકી હુમલાનુ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે. દેશના એયરપોર્ટને આતંકી પોતાનો મનસૂબાનો શિકાર બનાવી શકે છે. બીજી બાજુ ગણતંત્ર દિવસ પહેલા ઈંટેલ એજંસીઓએ દેશના બધા હવાઈ મથકોને ચેતાવણી આપી છે. ગણતંત્ર દિવસ પહેલા કોઈપણ એયરપોર્ટને નિશાન બનાવી શકે છે. રાજધાની દિલ્હી સહિત દેશના અન્ય મહાનગરો અને મોટા શહેરોમાં આતંકી ધમાકા કરી ભારે જાનમાલનુ નુકશાન પહોંચાડી શકે છે.
સુરક્ષા એજંસીઓએ એલર્ટ રજુ કર્યુ.
આઈબી સહિત અન્ય સુરક્ષા એજંસીઓએ એલર્ટ રજુ કરી ઈંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ સહિત દેશના બધા એયરપોર્ટ પર પોલીસને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે. આ બબાત દિલ્હી પોલીસને પણ સાવધાન રહેવાનુ કહેવામાં આવ્યુ છે.