બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 12 જૂન 2024 (11:54 IST)

VIDEO: ઝૂંપડીની બહાર સૂઈ રહ્યો હતો પરિવાર, મોત બનીને આવી ટ્રક, 8 લોકોનો લીધો જીવ

hardoi accident
ઉત્તર પ્રદેશના હરદોઈમાં ભીષણ માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. ઘટના મલ્લાવા કોતવાલી વિસ્તારના કટારા બિલ્હૌર માર્ગની છે. જ્યા ચુંગી નંબર બે પાસે મોડી રાત્રે ઝૂંપડીની બહાર સૂઈ રહેલા એક પરિવારની ઉપર રેતીથી ભરેલી ઓવરલોડેડ ટ્રક અનિયંત્રિત થઈને પલટાઈ ગઈ જેમા બધા આઠ લોકોના દર્દનાક મોત થઈ ગયા. બીજી બાજુ દુર્ઘટનામાં એક માસુમ બાળકી ઘાયલ છે જેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.  ઘટનાથી આ વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. ઘટના પર પહોચેલી પોલીસે જેસીબી અને હાડ્ડ્રાની મદદથી ટ્રક નીચે દબાયેલા બધા લોકોની ડેડ બોડીને બહાર કઢાવી અને પંચનામુ કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. 
 
ઘટનાના મૃતક ભલ્લા કંજડ પોતાના પરિવાર સાથે માર્ગ કિનારે બનેલી ઝૂંપડીમાં રહેતા હતા. મંગળવારની રાત્રે રોજની જેમ તેઓ પોતાના પરિવાર સાથે માર્ગ કિનારે સૂઈ રહ્યા હતા. બુધવારે વહેલી સવારે મેંહદી ઘાટ કન્નોજ તરફથી હરદોઈ જઈ રહેલ રેતી ભરેલે ટ્રક ઝૂંપડીની ઉપર પલટાઈ ગઈ જેમા ભલ્લા કંજડનો આખો પરિવાર દબાઈ ગયો અને સૌના મોત થઈ ગયા. બસ એક બાળકી ઘટનામાં બચી ગઈ છે જે ઘાયલ છે અને તેની સારવાર ચાલી રહી છે. 

ઝૂંપડીની બહાર સૂતો આખો પરિવાર માર્યો ગયો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે રાત્રે આખા પરિવારે સાથે ડિનર કર્યું અને પછી બધા ઝૂંપડીની બહાર સૂઈ ગયા. બધા લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે અચાનક મોડી રાત્રે એક ઓવરલોડ રેતી ભરેલી ટ્રક કાબુ બહાર જઈને રોડ કિનારે તેમના ઘરની બહાર સૂઈ રહેલા પરિવાર પર પલટી મારી ગઈ હતી, જેના કારણે એક જ પરિવારના આઠ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ઘટનાની જાણ ડીએમ અને એસપીને કરી, જેઓ ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે ટ્રકની નીચે દટાયેલા તમામ મૃતદેહો બહાર કાઢ્યા છે.