મંગળવાર, 31 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified મંગળવાર, 22 નવેમ્બર 2022 (22:30 IST)

Mumbai ટ્રાફિક પોલીસના Whatsapp નંબર પર PM નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરૂ ઘડવાના મળ્યા મેસેજ

મુંબઈની ટ્રાફિક પોલીસના Whatsapp નંબર પર PM નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ટ્રાફિક પોલીસે આ માહિતી મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓને આપી છે. આ અંગે વર્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે. જે ફોન નંબર પરથી ધમકી મળી હતી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નંબર માત્ર ભારતનો છે.
 
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ ટ્રાફિક કંટ્રોલના વોટ્સએપ નંબર પર 7 ઓડિયો ક્લિપ આવી છે. ઓડિયો ક્લિપમાં કહેવામાં આવ્યું છે કે બે લોકો પીએમ નરેન્દ્ર મોદીને મારવા જઈ રહ્યા છે. આ માટે તેણે ષડયંત્ર રચ્યું છે. ઓડિયો ક્લિપની સાથે વોટ્સએપ પર કેટલાક દસ્તાવેજો પણ મોકલવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસે આ તમામ માહિતી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને સ્ટેટ ઈન્ટેલિજન્સને ટ્રાન્સફર કરી છે.