ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (16:35 IST)

બાળકી સાથે 14 નરાધમોએ આચર્યું દુસ્કર્મ- રેલ્વે સ્ટેશનથી સગીર છોકરીને અપહરણ કરી 14 લોકો ઘણીવાર કરતા રહ્યા દુષ્કર્મ

મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની કહેવાતા પુણેમાં એક સગીર છોકરીની સાથે ગેંગરેપ કરાયુ. 14 આરોપીઓએ તેને બદલામાં તેમની હવસનો શિકાર બનાવી. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા તમામ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે પોલીસને યુવતીના મિત્ર પર પણ શંકા છે. જોકે, તેની સામે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. સગીરનું 31 ઓગસ્ટના રોજ પુણે સ્ટેશનથી અપહરણ કરવામાં આવ્યું હતું. 
 
પોલીસ મુજબ 14 વર્ષીય પીડિતા 31 ઓગસ્ટને પુણે રેલ્વે સ્ટેશન તેમના મિત્રને મળવા ગઈ હતી. જ્યારે તેનો મિત્ર લાંબા સમય સુધી ન આવ્યો, ત્યારે નજીકમાં એક ઓટો ડ્રાઈવરે તેને ઘરે સુધી છોડી દેવા કહ્યું. આ પછી ઓટો ડ્રાઈવર તેને બળજબરીથી એકાંત જગ્યાએ લઈ ગયો. તેણે તેના કેટલાક મિત્રોને પણ ત્યાં બોલાવ્યા. આ પછી બધાએ એક પછી એક બળાત્કાર કર્યો. 
 
પિતાએ એફઆઈઆર નોંધાવી 
આરોપી સગીર છોકરીને જુદી-જુદી જગ્યાઓ લઈ ગયા અને અનેક વાર તેની સાથે બળાત્કાર કર્યો. આ મામલો ત્યારે ખુલાસો થયો જ્યારે પીડિતાના પિતાએ ગુમ વ્યક્તિની જાણ નોંધાવી. પોલીસે જણાવ્યું હતું કે, 1 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ મળ્યા બાદ યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં તેણીનો પત્તો લાગ્યો હતો. આ પછી તમામ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગેંગરેપના સંબંધમાં છ ઓટો ડ્રાઈવર, બે રેલવે કર્મચારી સહિત કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. છોકરાના મિત્ર વિશે પણ માહિતી એકઠી કરાઈ રહી છે. પોલીસને શંકા છે કે આ ઘટનામાં તેનો પણ હાથ હોઈ શકે છે