1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified બુધવાર, 17 નવેમ્બર 2021 (10:43 IST)

Mumbai News- મહારાષ્ટ્રના હિંગોલીમાં કરુણતા:જે નર્સે 5 હજારથી વધુ મહિલાઓની ડિલિવરી કરાવી, તેનો સમય આવ્યો તો મળ્યું મોત

મહારાષ્ટ્રમાં હિંગોલીમાં એક કરૂણ ઘટના સામે આવી છે. એક હોસ્પીટલમાં નર્સ જ્યોતિ ગવલી જેની ઉમ્ર 38 વર્ષની છે. તેણે પોતાના કરિયરમાં 5 હજારથી વધુ સફળ ડિલિવરી કરાવી હતી, પરંતુ જ્યારે પોતાની ડિલિવરીનો સમય આવ્યો તો તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું. 
 
જ્યોતિ ગવલી નામની આ નર્સે 2 નવેમ્બરે હિંગોલીની સિવિલ હોસ્પિટલમાં પોતાના બીજા બાળકને જન્મ આપ્યો. ડિલિવરી પછી તેને કેટલાંક કોમ્પ્લિકેશન્સ ઊભાં થયાં. એ બાદ તેને નિમોનિયા થઈ ગયો. આ કારણે તેને હિંગોલીની સિવિલ હોસ્પિટલમાંથી નાંદેડની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
 
ત્યાં જઈને પણ તેની તબિયતમાં કોઈ જ સુધારો ન થયો અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી. જોકે ત્યાં પણ તેની સ્થિતિમાં કોઈ જ સુધારો ના થયો અને સતત બગડતી જતી તબિયત બાદ અંતે રવિવારે તે જિંદગી સામેની લડાઈ હારી ગઈ.