શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 21 ઑગસ્ટ 2021 (08:00 IST)

અહમદ પટેલ જન્મ જયંતિ વિશેષ - ગાંધી પરિવારના વિશ્વાસપાત્ર નેતા, જેમણે પરિવારને રાજકારણથી રાખ્યુ દૂર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના ખૂબ જ નિકટના કહેવાતા  અહેમદ પટેલ હવે આ દુનિયામાં નથી. પરંતુ તેઓ છેલ્લી ક્ષણ સુધી સોનિયા ગાંધીના વિશ્વાસપાત્ર રહ્યા.  કોંગ્રેસમાં ટોચનું સ્થાન ધરાવતા અહેમદ પટેલ ખૂબ જ શરમાળ નેતા હતા અને 4 દાયકાથી વધુની રાજકીય કારકીર્દિ હોવા છતાં, તેમણે પોતાના પરિવારને રાજકારણથી દૂર રાખ્યુ હતુ.
 
સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એવા અહેમદ પટેલ પોતે રાજકીય પરિવારમાંથી આવતા હતા, પરંતુ તેમણે તેમના બાળકોને તેનાથી દૂર રાખ્યા હતા. 1976માં ભરૂચથી ગુજરાતમાંથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાગ્ય અજમાવ્યું હતું અને ટૂંક સમયમાં જ તેઓ ઇન્દિરા ગાંધીની નિકટસ્થ બની ગયા.  બાદમાં તેઓ રાજીવ ગાંધીના ખૂબ નજીક અને ખાસ રહ્યા.
 
ઇન્દિરા ગાંધીની હત્યા પછી, 1984 માં લોકસભાની 400 બેઠકોની બહુમતી સાથે રાજીવ સત્તા પર આવ્યા, ત્યારબાદ અહેમદ પટેલને સાંસદ હોવા ઉપરાંત પાર્ટીના સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા. બાદમાં તેમને કોંગ્રેસના જનરલ સેક્રેટરી પણ બનાવવામાં આવ્યા હતા.
 
પરિવારમાં 2 બાળકો
 
શર્મીલા સ્વભાવવાળા 71 વર્ષીય અહેમદ પટેલનું રાજનીતિક કેરિયર ખૂબ જ સફળ રહ્યુ, પરંતુ તેમણે તેમના પરિવારને રાજકીય ઝગઝગાટથી દૂર રાખ્યો હતો. તેમને  એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર ફૈઝલ પટેલ રાજકારણથી દૂર છે અને તેનો પોતાનો વ્યવસાય  છે. જ્યારે તેમની પુત્રી મુમતાઝ પટેલે વકીલ ઇરફાન સિદ્દીકી સાથે લગ્ન કર્યા હતા.મોહમ્મદ ઇશાકજી પટેલ અને હવાબેન મોહમ્મદ ભાઈના ઘરે 1949 માં જન્મેલા  અહેમદ પટેલના પિતા પણ કોંગ્રેસમાં હતા. પિતા  ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય હતા અને પ્રદેશના અગ્રણી નેતા હતા. રાજકીય કારકિર્દી બનાવવામાં એહમદ પટેલને તેમના પિતાની ઘણી મદદ મળી, જોકે તેમના બાળકો રાજકારણથી ઘણા દૂર છે
 
1976 માં, અહેમદ પટેલે મેમુના અહેમદ સાથે લગ્ન કર્યા. તેમને બે બાળકો પણ થયા. એક પુત્ર અને પુત્રી, પરંતુ બંને કોંગ્રેસ અથવા કોઈપણ પાર્ટીના  રાજકારણથી ઘણા દૂર છે.