ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 4 માર્ચ 2019 (15:44 IST)

Surgical Strike 2: એયર ચીફ માર્શલ બોલ્યા - અમારુ કામ લક્ષ્ય ભેદવાનુ હતુ, લાશો ગણવાનુ નહી

પાકિસ્તાનના કબજાવાળા વિસ્તારમાં જૈશના ઠેકાણા પર એયર સ્ટ્રાઈક કર્યા પછી પહેલીવાર એયર ચીફ માર્શલ બીએસ ધનોઆએ મીડિયાને બ્રિફિંગ આપી. તેમણે કહ્યુ કે ભારતીય સેના દરેક નાપાક હરકતનો જ્વાબ આપવાની તાકત ધરાવે છે. એયર સ્ટ્રાઈકમાં કેટલા આતંકવાદી માર્યા ગયા ? જેના સવાલ પર એયર ચીફ માર્શલે કહ્યુ કે અમારુ કામ લક્ષ્ય ભેદવાનુ હતુ, લાશો ગણવાનુ નહી. 
 
એયર ચીફ માર્શલે કહ્યુ, 'પાકિસ્તાનના બાલાકોટમાં અમે ટાર્ગેટને ભેદ્યુ. જે અમારુ કામ હતુ. એયરફોર્સનુ કામ એ બતાવવાનુ નથી કે જમીન પર કેટલા લોકો હતા. અમારી પાસે કેટલા લોકો માર્યા ગયા તેની કોઈ માહિતી નથી. ભારત સરકાર તેના પર વધુ સારી રીતે બતાવી શકે છે. 
 
એયર ચીફ માર્શલે કહ્યુ, જો અમે કોઈ ટારગેટને હિટ કરવાનો પ્લાન બનાવીએ છીએ તો અમે તેને હિટ કરીએ છીએ. જો અમે જંગલમાં બોમ્બ ફેક્યા હોત તો પાકિસ્તાનના પ્રધાનમંત્રી એયર સ્ટ્રાઈક પર પ્રતિક્રિયા કેમ આપતા ?
 
તેમણે કહ્યુ, 'F-16 થી ડૉગ ફાઈટ માટે મિગ 21 નો ઉપયોગ કરવામાં આવ્યો.  અમને તેના પુરાવા મળ્યા છે. જેને અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. એયર ચીફ માર્શલે કહ્યુ, પાકિસ્તાનએ f-16 ઉપયોગ કરવાનો નિયમ તોડ્યો છે  પાકિસ્તાન પર કાર્યવાહી હાલ ખતમ થઈ નથી. 
 
એયર સ્ટ્રાઈકમાં મિગ 21 નો ઉપયોગ કેમ થયો ? તેના સવાલ પર વાયુસેના પ્રમુખે કહ્યુ, મિગ 21 અમારુ એક કામગાર વિમાન છે. જેને અપગ્રેડ કરી દેવામાં આવ્યુ છે. આ વિમન પાસે સારા રડાર છે. તેમણે જણાવ્યુ, જે પણ વિમાન અમારી પાસે છે તેનો અમે અમારી લડાઈમાં ઉપયોગ કરીએ છીએ. 
 
આ ઉપરાંત ધનોએ એ એવુ પણ કહ્યુ,. 'જ્યારે તમે કોઈ ઓપરેશન પ્લાન કરો છો તો તમે એ પણ પ્લાન કરો છો કે આ ઓપરેશનમાં કયુ એયરક્રાફ્ટ વપરાશે.  પણ જ્યારે દુશ્મન તરફથી સ્ટ્રાઈક થાય છે તો એ સમયે જે એયર ક્રાફ્ટ ઉપલબ્ધ હોય છે તેનો જ ઉપયોગ સ્ટ્રાઈકનો જવાબ આપવા માટે કરવામાં આવે છે.  તેમણે એ પણ કહ્યુ કે બધા એયરક્રાફ્ટમાં દુશ્મન સાથે લડવાની ક્ષમતા છે.