મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી , શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (17:45 IST)

Assembly Elections 2021:Live 5 વિધાનસભાની ચૂંટણીના તારીખની થઈ જાહેરાત, પાંચ રાજ્યોમાં પરિણામ 2 મે ના રોજ આવશે

. આગામી થોડાક જ મહિનામં દેશના અનેક રાજ્યોમાં વિધાસભા ચૂંટણી થવાની છે. જેને માટે ચૂંટણી આયોગ આજે તારીખની જાહેરાત કરી રહ્યુ છે.  ચૂંટણી પંચે તમિલનાડુ, કેરલ, પશ્ચિમ બંગાળ, અસમ અને પોંડિચેરી માટે ચૂંટણીની તારીખની જાહેરાત કરવાનુ છે. આ રાજ્યોમાં એપ્રિલ મે માં ચૂંટણી થઈ શકે છે. કોરોન આને વક્છે બિહાર ચૂંટણી પછી એક સાથે આટલા રાજ્યોમાં ચૂંટણી થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળની 294,  તમિલનાડુની 234, કેરલની  140, અસમની  126 અને પોંડિચેરીની 30 વિધાનસભા સીટો પર ચૂંટણી યોજવામાં આવી  રહી છે. 


  



05:44 PM, 26th Feb
પશ્ચિમ બંગાળમાં પ્રથમ ચરણનુ મતદાન 27 માર્ચના રોજ થશે. બધા ચરણોમાં નિમ્નલિખિત તારીખે થશે ચૂંટણી. બધા ચરણોની મતગણતરી એક જ તારીખ 2 જી મેના રોજ થશે. 
 
પ્રથમ ચરણ - 38 સીટ 
મતદાન 27 માર્ચ 
મતગણતરી 2 જી મે 
 
બીજુ  ચરણ - 30 સીટ 
મતદાન 1 એપ્રિલ 
મતગણતરી 2 જી મે 
 
ત્રીજુ ચરણ - 31 સીટ 
મતદાન 6 એપ્રિલ
મતગણતરી 2 જી મે 
 
ચોથુ ચરણ - 44 સીટ 
મતદાન 10 એપ્રિલ
મતગણતરી 2 જી મે 
 
પાંચમુ ચરણ - 45 સીટ 
મતદાન 17 એપ્રિલ
મતગણતરી 2 જી મે 
 
છઠ્ઠુ ચરણ - 43 સીટ 
મતદાન 22 એપ્રિલ
મતગણતરી 2 જી મે
 
સાતમુ ચરણ - 36 સીટ 
મતદાન 26 એપ્રિલ
મતગણતરી 2 જી મે
 
આઠમુ ચરણ - 35  સીટ 
મતદાન  29 એપ્રિલ
મતગણતરી 2 જી મે

05:24 PM, 26th Feb
-કેરલ હાલ 14 જીલ્લામાં ચૂંટણીમાં એક જ ચરણમાં ચૂંટણી નોટિફિકેશન 12 માર્ચ અને ચૂંટણીની તારીખ 6 એપ્રિલ રહેશે 
- અસમમાં ત્રણ ચરણમાં થશે ચૂંટણી પહેલા ચરણની ચૂંટણી 27 માર્ચ બીજા ચરણ ની ચૂંટણી 1 એપ્રિલ અને ત્રીજા ચરણની ચૂંટણી 6 એપ્રિલના રોજ થશે 
 
- પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ 2 મે ના રોજ આવશે - ચૂંટણી પંચ 
 
- ચૂંટણી પંચે શાયરી વાંચી - કિસી સે હમ સુખન હોતા નહી મહેફિલ મે પરવાના ઉનેહ બાતે નહી આતી જો અપના કામ કરતે હૈ.. 
 
 

05:19 PM, 26th Feb
- આ વિધાનસભા ચૂંટણીમાં 18 કરોડથી વધારે મતદારો વોટિંગ કરશે. કુલ 824 વિધાનસભા સીટો પર મતદાન થશે. દરેક જગ્યાએ મતદાન કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર પર હશે. આનાથી કોઈ સમજૂતી કરવામાં નહીં આવે.
-  ઉમેદવારોને ફક્ત 5 લોકો સાથે જ ઘરેઘરે જઇને ચૂંટણી પ્રચાર કરવાની અનુમતિ હશે. વિધાનસભા ચૂંટણી દરમિયાન પર્યાપ્ત માત્રમાં કેન્દ્રીય સુરક્ષાદળોને આ 5 રાજ્યોમાં તૈનાત કરવામાં આવશે. 
- સંવેદનશીલ બૂથોની ઓળખ કરી લેવામાં આવી છે તેવું મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું. તમામ પોલિંગ સ્ટેશનો પર પીવાના પાણી, વીજળી, વેઇટિંગ એરિયા, સેનિટાઇઝર, માસ્ક, સાફ પાણી, વ્હિલ ચેર વગેરેની વ્યવસ્થા કરવામાં આવશે.

05:19 PM, 26th Feb
-કોવિડ 19 ને ધ્યાનમાં રાખતા વિશેષ વ્યવસ્થા.. બંગાળમા એક લાખથી વધુ મતદાન કેન્દ્ર 
- જયલલિતા અને કરુણાનિધિના નિધન પછી તમિલનાડુમાં પ્રથમ ચૂંટણી 
- ચૂંટણી કમિશ્ચનરે જણાવ્યું હતું કે ચૂંટણીવાળા રાજ્યોમાં અનેક વખત પ્રવાસ કરવામાં આવ્યો છે. 31 મેના રોજ આસામ વિધાનસભા, 24 મેના રોજ તમિલનાડુ વિધાનસભાનો કાર્યકાળ પૂરો થશે. કુલ 824 વિધાનસભા બેઠકમાં 18.68 કરોડ મતદાતા 2.7 લાખ બૂથ પર મતદાન કરશે.
 
- મુખ્ય ચુંટણી કમિશ્નર સુનીલ અરોડાએ કહ્યું કે આમારા માટે મતદાતાઓને સુરક્ષિત, મજબૂત અને જાગૃત રાખવા તે સૌથી મોટું કામ છે.મતદાતાઓની સુરક્ષાની પૂરી કાળજી રાખવામાં આવશે. ચૂંટણી સમયે કોરોના ગાઈડલાઈનની પૂરી કાળજી રાખવામાં આવશે.