ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 27 સપ્ટેમ્બર 2018 (10:44 IST)

મસ્જિદમાં નમાજ ઈસ્લામનુ અભિન્ન અંગ છે કે નહી, સુપ્રીમ કોર્ટનો આજે નિર્ણય

રામ જન્મ ભૂમિ - બાબરી મસ્જિદ માલિકાના હક વિવાદ પર ઉચ્ચતમ ન્યાયાલયના 1994 નિર્ણય પર મોટી પીઠ દ્વારા પુનર્વિચાર કરવાની માંગ કરનારી મુસ્લિમ સમૂહની અરજીઓ પર આજે ગુરૂવારે હાઈકોર્ટ પોતાનો નિર્ણય સંભળાવવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે એ નિર્ણયમાં કહ્યુ હતુ કે મસ્જિદમાં નમાજ ઈસ્લામનુ અભિન્ન ભાગ નથી. 
 
ન્યૂઝ એજંસી મુજબ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નજીરની પીઠ પર પોતાનો નિર્ણય સંભળાવશે. પીઠે 20 જુલાઈના રોજ તેને સુરક્ષિત રાખી લીધો હતો. અયોધ્યા મામલે એક મૂળવાદી એમ સિદ્દીકે એમ ઈસ્લાઈલ ફારૂકીના મામલે 1994ના નિર્ણયમાં આ ખાસ નિષ્કર્ષ પર વાંધો ઉઠાવ્યો હતો. જેના હેઠળ કહેવામાં આવ્યુ હતુ કે મસ્જિદ ઈસ્લામના અનુયાયિયો દ્વારા અદા કરવામાં આવનારી નમાજનો અભિન્ન અંગ નથી. સિદ્દીકનુ મૃત્યુ થઈ ચુક્યુ છે અને તેનુ પ્રતિનિધિત્વ તેના કાયદાકીય વારસદાર કરી રહ્યા છે. મુસ્લિમ સમુહોએ એ પ્રધાન ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ આ દલીલ આપી છે કે આ નિર્ણયમાં હાઈકોર્ટના અવલોકન પર પાંચ સભ્યોની પીઠ દ્વારા પુનર્વિચાર કરવાની જરૂર છે.  કારણ કે તેની  બાબરી મસ્જિદ - રામ મંદિર, ભૂમિ વિવાદ મામલે અસર પડશે. 
 
વરિષ્ઠ અધિવક્તા રાજીવ ધવને સિદ્દીકના કાયદાકીય પ્રતિનિધિ તરફથી રજુ થતા કહ્યુ હતુ કે મસ્જિદ ઈસ્લામનુ અભિન્ન અંગ નથી. આ ટિપ્પણી હાઈકોર્ટે કોઈપણ જાતની તપાસ વગર કે ધાર્મિક પુસ્તકો પર વિચાર કર્યા વગર કરી.  ઉત્તર પ્રદેશ સરકારે ટોચ ન્યાયાલયને કહ્યુ હતુ કે કેટલાક મુસ્લિમ સમુહ ઈસ્લામનુ અભિન્ન અંગ મસ્જિદના ન હોવા સંબંધી ટિપ્પણી પર પુનર્વિચાર કરવાની માંગ કરી લાંબા સમયથી લંબિત અયોધ્યા મંદિર-મસ્જિદ ભૂમિ વિવાદ મામલે વિલંબ કરવાની કોશિશ કરી રહ્યા છે. અતિરિક્ત સોલિસીટર જનરલ તુષાર મેહતાએ ઉપ્ર સરકારની તરફથી  રજુ થતા કહ્યુ હતુ કે આ વિવાદ લગભગ એક સદીથી અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યો છે.