રવિવાર, 13 ઑક્ટોબર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 13 ઑક્ટોબર 2024 (09:07 IST)

બાબા સિદ્દીકીની હત્યાના 2 આરોપીઓની ધરપકડ, કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ થશે, જાણો આ કેસમાં અત્યાર સુધી શું થયું?

baba siddique
NCP નેતા બાબા સિદ્દીકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. શનિવારે મોડી રાત્રે લીલાવતી હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. મુંબઈના નિર્મલ નગરમાં ત્રણ હત્યારાઓએ ગોળીબાર કરીને તેમની હત્યા કરી હતી. ગોળી વાગ્યા બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓ બચી શક્યા નહિ. મુંબઈ પોલીસે હત્યા કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. પ્રથમ આરોપી કરનૈલ સિંહ હરિયાણાનો રહેવાસી છે અને ધર્મરાજ કશ્યપ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે.  ત્રીજા આરોપીની શોધ ચાલુ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોરો બાઇક પર સવાર થઈને આવ્યા હતા.
 
લીલાવતી હોસ્પિટલના ડૉ. નીરજ ઉત્તમાણીએ જણાવ્યું હતું કે, "તેમને 12 ઑક્ટોબરે રાત્રે 9:30 વાગ્યે NHRC ઇમર્જન્સી મેડિકલ સર્વિસમાં લાવવામાં આવ્યા હતા. તેમની હાલત ખૂબ જ ખરાબ હતી. તેમને પલ્સ ચાલી રહી નહોતે, દિલની ધડકન પણ બંધ હતી, બ્લડ પ્રેશર નહોતું. તેમનું લોહી પણ પુષ્કળ વહી ચુક્યું હતું, તેમને તરત જ ISUમાં લઈ જવામાં આવ્યા, જ્યાં  તમામ કોશિશ કરવા છતા તેમને હોશમાં ન લાવે શકાયા અને 12 ઓક્ટોબરે રાત્રે 11:27 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
 
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી તપાસ 
મુંબઈ પોલીસની ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને એનસીપી નેતા બાબા સિદ્દીકીને જ્યાં ગોળી મારવામાં આવી હતી તે પુરાવા એકત્ર કર્યા છે. આ કેસની તપાસ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. મુંબઈ પોલીસને આ ઘટના અંગે કોઈ ધમકીભર્યો પત્ર મળ્યો નથી. હત્યારાઓએ 9 એમએમની પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો, જે પોલીસે કબજે કરી લીધો છે.
 
લોરેન્સ બિશ્નોઈ પર શંકા
બાબા સિદ્દીકી હત્યા કેસ બાદ હવે સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ પર પણ શંકાની સોય મંડાયેલી છે. જો કે, હજુ સુધી મુંબઈ પોલીસ કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ કે સુરક્ષા એજન્સીઓને આ પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોઈ શકે તેવા કોઈ ઈનપુટ મળ્યા નથી. ગુજરાતની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ છેલ્લા 9 દિવસથી મૌન ઉપવાસ પર હતા.
 
બોલિવૂડ અને રાજકીય જગતમાં શોકની લહેર
બાબા સિદ્દીકી મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓમાંના એક હતા. તાજેતરમાં તેઓ અજિત પવાર જૂથ (અજિત પવાર જૂથ)માં જોડાયા હતા, પરંતુ તે પહેલાં તેઓ લાંબા સમય સુધી કોંગ્રેસ પક્ષનો ભાગ હતા. રાજકારણ ઉપરાંત બોલિવૂડમાં પણ તેમનો સારો પ્રભાવ હતો. તેમની ઈફ્તાર પાર્ટી હંમેશા ચર્ચાનો વિષય રહેતી હતી, જેમાં બોલિવૂડની મોટી હસ્તીઓ હાજરી આપી હતી. બાબા સિદ્દીકીની હત્યા બાદ તમામ નેતાઓ અને કલાકારોએ હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. સાથે જ  વિપક્ષે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.