સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 11 ઑક્ટોબર 2024 (18:55 IST)

મહાદેવ બૅટિંગ ઍપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરની દુબઈમાં ધરપકડ

mahadev batting app - મહાદેવ બૅટિંગ ઍપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરને દુબઈથી પકડી લેવામાં આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈ અને એએનઆઈના જણાવ્યા પ્રમાણે ઇન્ટરપોલે સૌરભ ચંદ્રાકર સામે મની લૉન્ડ્રિંગ અને ફ્રૉડ મામલે ધરપકડનું વૉરંટ જાહેર કર્યું હતું.
 
સૌરભ ચંદ્રાકર અને મહાદેવ ઍપના એક પ્રમોટર રવિ ઉપ્પલને ગત વર્ષે દુબઈથી પકડી લેવામાં આવ્યા હતા. ઈડીએ બંને સામે નોટિસ ઇશ્યુ કરી હતી.
 
છત્તીસગઢના ભિલાઈ શહેરના રહેવાસી સૌરભ પર પોતાના સાથી રવિ ઉપ્પલ સાથે મહાદેવ ગેમિંગ-બૅટિંગ નામની ઓનલાઇન સટ્ટેબાજી ઍપનું દુબઈથી સંચાલન કરવાનો આપોર છે. ઍપનો વાર્ષિક કારોબાર 20 હજાર કરોડથી વધુ મનાય છે. મહાદેવ ઍપ ચલાવવા પહેલા ભિલાઈમાં સૌરભ જ્યૂસની દુકાન ચલાવતા હતા.