શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 30 જૂન 2021 (18:42 IST)

Cabinet Meeting Today: ભારત નેટ પ્રોજેક્ટ માટે 19000 કરોડ રૂપિયાના ફાળવણીની મંજૂરી

Cabinet Meeting Today: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની આગેવાનીવાળી આર્થિક મામલાની મંત્રીમંડળીય સમિતિના ક્રેડિટ ગેરંટી સ્કીમને મંજુરી આપી છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી (Union Information and Broadcasting Minister)પ્રકાશ જાવડેકર (Prakash Javadekar) એ કહ્યુ કે નાણામંત્રી દ્વારા આપવામાં આવેલ રાહત પેકેજના એલાનને આજે કેબિનેટની મંજુરી મળી  ગઈ છે. ભારત નેટ પ્રોજેક્ટ માટે રૂપિયા 19 હજાર કરોડની ફાળવણીને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે પાવર વિતરણ યોજના માટે 3.03 લાખ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ અને સુધારણા માટે આ ફંડમાંથી પૈસા આપવામાં આવશે. કેન્દ્ર સરકાર 3 લાખ કરોડના આ ભંડોળમાં 97,631 કરોડ રૂપિયા જમા કરશે. ઉલ્લેખનીય છે  કે નાણાં પ્રધાને 28 જૂને પાવર ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ માટે 3 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી.
 
વિત્તમંત્રીએ બ્રોડબેંડ કનેક્ટિવિટી માટે 19,041 કરોડ રૂપિયાનુ કર્યુ હતુ એલાન 
 
બીજી બાજુ કેબિનેટે ટેલિકોમ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે તમામ ગામો સુધી માહિતી પહોંચે એ માટે  મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ભારત નેટ પ્રોજેક્ટ માટે 19 હજાર કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પ્રધાને પોતાની છેલ્લી ઘોષણામાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી માટે વધુ રૂ .19,041 કરોડ આપવાનું કહ્યું હતું.  બતાવી દઈએ કે 15 ઓગસ્ટ 2020 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે 1000 દિવસમાં બધા ગામોને  બ્રોડબેન્ડ સાથે જોડવામાં આવશે.
 
રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભારત નેટ નેશનલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક પ્રોગ્રામ હેઠળ કામ શરૂ થયું. તેમણે કહ્યું કે દેશના 16 રાજ્યોમાં ભારત નેટને PPP મોડેલ હેઠળ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટની કિંમત 29,000 કરોડ છે. આ પ્રોજેક્ટમાં ભારત સરકારનો હિસ્સો 19,000 કરોડ રૂપિયા છે. તેમણે કહ્યું કે ભારત નેટ માટે ગ્લોબલ બીડિંગ થશે.. તેમણે કહ્યું કે, ઇ-ગવર્નન્સ, ટેલિ-મેડિસિનનું મહત્વ વધશે અને ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણને પ્રોત્સાહન મળશે. તેમણે કહ્યું કે આજે ભારતમાં 50 હજાર સ્ટાર્ટઅપ્સ છે અને દેશમાં 50 યુનિકોર્ન છે.