ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 18 સપ્ટેમ્બર 2022 (15:18 IST)

ચંડીગઢ યુનિવર્સિટી : અશ્લીલ વાઇરલ વીડિયો મામલે અને યુનિવર્સિટીના તંત્ર દ્વારા આ વાતને અફવા ગણાવવામાં આવી

ચંડીગઢમાં એક યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓના અશ્લીલ વીડિયો બનાવવાનો મામલો સામે આવતાં આઠ વિદ્યાર્થિનીઓએ કથિતપણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વાત જાણવા મળી હતી. પરંતુ પોલીસ અને યુનિવર્સિટીના તંત્ર દ્વારા આ વાતને અફવા ગણાવવામાં આવી છે.
 
બીબીસી સંવાદદાતા ગુરમિંદરસિંહ ગ્રેવાલના જણાવ્યા અનુસાર ચંડીગઢ નજીક એક ખાનગી વિશ્વવિદ્યાલયમાં શનિવારે રાતે ઓછામાં ઓછી આઠ કથિતપણે યુવતીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો, જે બાદ કૅમ્પસમાં ભારે હોબાળો થઈ ગયો.
 
આ ખાનગી વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં એક યુવતી એવું સ્વીકારતાં જોઈ શકાય છે કે એણે નહાતી વખતે સાથી યુવતીઓના વીડિયો બનાવ્યા હતા.
 
એવો આરોપ છે કે આ યુવતીએ અન્ય છોકરીઓના વાંધાજનક વીડિયો બનાવીને શિમલામાં રહેતા એક યુવકને મોકલી દીધા અને એ યુવકે આ વીડિયો વાઇરલ કરી દીધા.
 
જોકે, જે યુનિવર્સિટીમાં આ ઘટના ઘટી છે, તેણે આ મામલે કોઈ આધિકારિક પ્રતિક્રિયા આપી નથી.
 
આ ઘટના રવિવાર સવારે લગભગ ત્રણ વાગ્યે પોલીસની જાણમાં આવી હતી અને હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તેમણે હજુ સુધી આ ઘટના અંગે કોઈ આધિકારિક જાણકારી આપી નથી.