શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 30 મે 2017 (11:15 IST)

Strike - કેન્દ્રની નીતિના વિરોધમાં આજે દેશની તમામ Medicle Shop બંધ રહેશે

દવા વેપારીઓની હડતાલને કારણે મંગળવારે રાજધાની દિલ્હી સહિત મંગળવારે સમગ્ર દેશમાં દવાની દુકાનો બંધ રહેશે. વેપારીઓએ કેન્દ્ર સરકાર પર શોષણનો આરોપ લગાવતા વિરોધ સ્વરૂપ આ બંધ રાખ્યુ છે. જો કે હડતાલ મંગળવારથી હતી પણ મોટાભાગની દુકાનો સોમવારે મોડી સાંજથી જ બંધ થઈ ગઈ હતી. જોકે એમ્સની આસપાસ કેટલીક દુકાનો મોડી રાત સુધી ઈમરજેંસી માટે ખુલ્લી રહેશે પણ મંગળવારે આ પણ બંધ રહેશે. 
 
આકસ્મિક પરિસ્થિતિયોમાં જો દવા લેવી જરૂરી છે તો બજારમાં ભટકવાને બદલે હોસ્પિટલની આસપાસની દુકાનોથી દવા ખરીદી શકાય છે.  હડતાલથી આ દવા દુકાનોને જુદી રાખવામાં આવી છે. મંગળવારે સમગ્ર દેશમાં દવાનો દુકાનો બંધ રહેશે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (એઆઈઓસીડી) અનુસાર તેમણે સરકારને કડક નિયમો વિરૂદ્ધ દરખાસ્ત મોકલી હતી, પરંતુ તેમને સાંભળવામાં આવ્યા નથી.  . આઆઈઓસીડીના વરિષ્ઠ સભ્યએ કહ્યું કે, વેચાણ સંબંધિત તમામ જાણકારી એક પોર્ટર પર અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે, જે હાલમાં જે માળખું છે તેમાં શક્ય નથી.
 
જંતર-મંતર પર પોતાની ચિંતાઓને લઈને આજે પ્રદર્શન કરી શકે છે. દવાની દુકાન ધરાવતા લોકો ઓનલાઈન ફાર્મસીનો પણ વિરોધ કરી રહ્યા છે. વેચાણકર્તાનું માનીએ તો ઓનલાઈન ફાર્મસીથી તેના વ્યવસાયને નુકસાન થશે. સાથે જ દવાઓનો ખોટો ઉપયોગ અને નકલી દવાઓના વેચાણો પ્રોત્સાહન મળશે.