રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 12 નવેમ્બર 2018 (10:34 IST)

છત્તીસગઢ ચૂંટણી લાઈવ - નક્સલીઓને વોટથી જવાબ, 100 વર્ષની મહિલાએ નાખ્યો વોટ તો કેટલાક વ્હીલચેયર પર પહોંચ્યા

છતીસગઢ વિધાનસભા ચૂંટણી (Chhattisgarh Assembly Elections) માટે પ્રથમ ચરણનુ વોટિંગ શરૂ તહી ગયુ છે. 10 સીટો પર સવારે સાત વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી મતદાન થશે. અને બાકી આઠ સીટો પર મતદાન સવારે આઠ વાગ્યાથી પાંચા વાગ્યા સુધી થશે   નક્સલ પ્રભાવિત વિસ્તાર હોવાના કારણે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ વધુમાં વધુ મતદાન કરવાની લોકોને અપીલ કરી છે. નક્સલ પ્રભાવિત આઠ જિલ્લાના મતદાતાઓ મુખ્યમંત્રી રમનસિંહ સહિત 190 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે.
 
 31.79 લાખ મતદારો આગામી સરકારને ચૂંટશે. કુલ 190 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.તેમાંથી 42 ઉમેદવારો કરોડપતિ છે. કોંગ્રેસના 7 ઉમેદવારો સામે ગુનાહિત કેસ દાખલ છે. ભાજપનો ક્રિમિનલ રેકોર્ડવાળો કોઈ ઉમેદવાર નથી. ગઈ ચૂંટણીમાં ભાજપને 6 અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી.
 
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાંકુલ 16, 22, 492 મહિલા, 15,57, 435 પુરુષો અને 87 થર્ડ જેન્ડર મતદાતા છે. પહેલા ચરણમાં ચૂંટણીના મતદાન કેન્દ્રોની સંખ્યા 4336 છે. જેમાં બસ્તર સંભાગમાં 1190 અને રાજનાદગાવમાં 221 મતદાન કેન્દ્ર છે. રાજનાંદગામમાં સંવેદનશીલ મતદાન કેન્દ્રોની સંખ્યા 256 છે. રાજનીતિક રૂપથી સંવેદનશીલ બુથોની સંખ્યા 396 જણાવવામાં આવી રહી છે.