ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 20 નવેમ્બર 2018 (10:45 IST)

Chhattisgarh Chunav 2018: JCC અધ્યક્ષ અજીત જોગીએ નાખ્યો વોટ.. મતદાન ચાલુ

છત્તીસગઢ મા બીજા ચરણ માટે મતદાન શરૂ થઈ ગયુ છે.  આ ચરણમાં 19 જિલ્લાની 72 બેઠકો પર આજે મતદાન થશે. કૉંગ્રેસ અને ભાજપે તમામ બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે. જ્યારે માયાવતીની બહુજન સમાજ પાર્ટી 25 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, અને પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીની જનતા કૉંગ્રેસ છત્તીસગઢ 46 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ 66 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.
 
બીજા તબ્બકાનું મતદાન 20 નવેમ્બર એટલે કે આજે યોજાઈ રહ્યું છે. આ મતદાનમાં છત્તીસગઢ વિધાનસભાની 72 બેઠકો સામેલ છે. આ તમામ બેઠકો પર આજે મતદાન યોજાઈ રહ્યું છે. આ મતદાનમાં કુલ 1435 મતદાન કેન્દ્ર ઉભાં કરવામાં આવ્યાં છે. આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન કરશે. મતદાન સ્થળો પર ચૂંટણી પંચે કડક સુરક્ષા બંદોબસ્ત ઉભો કર્યો છે. બધા મતદાન કેન્દ્રો પર VVPAT મશીન લગવવામાં આવશે. આ ઉપરાંત કેટલાક મતદાન કેન્દ્રો જે દૂરના વિસ્તારમાં આવેલા છે, તે વિસ્તારોમાં હોલિકોપ્ટરની મદદથી મશીનને પહોંચાડવામાં આવશે
 
અહીં 77 લાખથી વધારે પુરૂષો અને 76 લાખથી વધારે મહિલાઓ સહિત દોઢ કરતા કરતા વધારે મતદારો છે. બીજા તરણની 72 બેઠકો માટે 19000 મતદાન કેંદ્રો પર સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને હેલિકોપ્ટર અને ડ્રોનની મદદ લેવામાં આવી છે. આ સાથે જ એક લાખ કરતા વધારે સુરક્ષાકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે.