ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 9 ઑક્ટોબર 2021 (11:44 IST)

Corona Update: દેશમાં કોરોના સંક્રમણના 19,740 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં 248 દર્દીઓએ ગુમાવ્યો જીવ

દેશમાં કોરોનાની ધીમી થતી ગતિ વચ્ચે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 19,740ના નવા મામલા સામે આવ્યા. બીજી બાજુ 248 મોત દેશમાં મહામારીને કારણે આ સંખ્યા 206 દિવસમાં સૌથી ઓછા છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણને  હરાવ્યા બાદ 23,070 લોકો ઠીક થયા છે. જે બાદ દેશમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,32,48,291 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં COVID-19 ના એક્ટિવ દર્દીઓ હવે ઘટીને 2,36,643 લાખ થઈ ગયા છે.
 
ભારતમાં અત્યાર સુધીમાં 93,99,15,323 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે. દેશમાં હાલમાં કોરોના ચેપના 3,39,35,309 કેસ છે. હાલમાં, સક્રિય કેસો કુલ કેસોના 1 ટકા (0.70%) કરતા ઓછા છે. આ આંકડા માર્ચ 2020 પછી સૌથી ઓછા છે. રિકવરી રેટ હાલમાં 97.98%છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. દેશમાં સાપ્તાહિક હકારાત્મકતા દર 1.62 ટકા છે, જે છેલ્લા 106 દિવસથી 3% કરતા ઓછો રહ્યો છે. ચેપનો દૈનિક દર 1.56 ટકા નોંધાયો હતો, જે છેલ્લા 40 દિવસથી ત્રણ ટકાથી ઓછો છે. અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસ માટે કુલ 58.13 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા છે.