શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 27 નવેમ્બર 2021 (16:25 IST)

કોરોના મહામારીને કારણે ગગનયાન મિશન ટ્રાયલમાં વિલંબ, હવે માનવરહિત ઉડાન આવતા વર્ષે જાન્યુઆરીમાં રવાના થશે

કેન્દ્રીય રાજ્ય અવકાશ મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ગગનયાન મિશન હેઠળ બે માનવરહિત ઉડાન આવતા વર્ષે જાન્યુઆરીમાં રવાના થશે. ઉપરાંત ભારતીય ક્રૂ સાથે ત્રીજી ઉડાન 2023 માં રવાના થશે.ઉલ્લેખનીય છે કે,આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય ક્રૂને લઈને ભારતની પ્રથમ ઉડાન આવતા વર્ષે(2022)  15 ઓગસ્ટે રવાના થવાની હતી.
તમને જણાવી દઈએ કે, વર્ષ 2018માં વડાપ્રધાન દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. જો કે કોરોના મહામારીને કારણે, સિસ્ટમ, સબસિસ્ટમના નિર્માણ અને ટ્રાયલમાં વિલંબ થયો હતો. આ સાથે જ ક્રૂની ટ્રેનિંગ પર પણ અસર પડી હતી, જેના કારણે મિશનમાં વિલંબ થયો હતો.જિતેન્દ્ર સિંહે સાથે એ આશા પણ વ્યક્ત કરી રહ્યા છે કે માનવીય ઉડાન હવે દેશના સમુદ્રયાન મિશન સાથે સુસંગત થશે. તેમણે જણાવ્યુ કે, સમય એવો આવી ગયો છે કે,જેમ આપણે અંતરિક્ષમાં  માણસ મોકલીએ, તેમ આપણે 5000 મીટર ઊંડા સમુદ્રમાં માણસને મોકલી શકીએ . ઊંડા સમુદ્રમાં સર્ચ ઓપરેશન થોડું પાછળ ચાલી રહ્યું હતું, પરંતુ હવે તેને વેગ મળ્યો છે. મંત્રીએ વધુમાં કહ્યું કે અમે પહેલાથી જ એક મોડ્યુલનું પરીક્ષણ થઈ ચૂક્યુ છે