રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 31 જાન્યુઆરી 2018 (13:04 IST)

Big Breaking News - ઉત્તર ભારતમાં ભૂકંપ.. લોકો ઘરની બહાર દોડી આવ્યા

દિલ્હી અને જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હળવા ભૂકંપના ઝટકા લાગ્યા છે 
- ભૂકંપનુ કેન્દ્ર બિન્દુ ઈસ્લામાબાદ 
- દિલ્હી એનસીઆરમાં ભૂકંપના ઝટકા 
- લોકો ઘરની બહાર દોડી આવ્યા 
- દિલ્હી એનસીઆર અને જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના ઝટકા 

દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક ભાગમાં બુધવારે બપોરે ભૂકંપનો આંચકો અવ્યો છે.  આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી છે બીજી બાજુ ભૂકંપનુ કેન્દ્ર અફગાનિસ્તાન-તાજિકિસ્તાન સીમા પર હિંદુકુશ વિસ્તારમાં હતુ. 
 
આ ભૂકંપના ઝટકા અફગાનિસ્તાન અને પાકિસ્તાન ઉપરાંત ભારતના જમ્મુ કાશ્મીર પંજાબ અને હરિયાણામાં પણ અનુભવાયા. ઝટકાનો અનુભવ થતા જ અનેક લોકો ઘરમાંથી બહાર નીકળી આવ્યા. હાલ ભૂકંપને કારણે કોઈ પણ જાનહાનિ કે કોઈ નુકશાનના સમાચાર નથી. 
 
આ પહેલા મણિપુરમાં 7 જાન્યુઆરી 2018મા બપોર પછી લોકોએ ભૂકંપના ઝટકાનો અનુભવ કર્યો હતો. એ સમયે ભૂકંપની તીવ્રતા 5.5 માપવામાં આવી હતી.