સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 18 ઑક્ટોબર 2021 (09:46 IST)

સરકારે ઇદ-એ-મિલાદ માટે જાહેર કરી ગાઇડલાઇન, જુલૂસમાં 15 લોકો અને 1 વાહનની છૂટ, બીજા વિસ્તારોમાં ફરી શકશે નહી

ગુજરાત સરકરે મંગળવારે યોજાનારા મુસ્લિમોના તહેવાર ઇદ-એ-મિલાદ પર નિકળનાર જુલૂસમાં ફક્ત 15 વ્યક્તિઓ અને 1 વાહનને મંજૂરી આપી છે. ગુજરાત સરકારે રવિવારે જુલૂસને લઇને વિશેષ ગાઇડલાઇન જાહેર કરી છે. ગાઇડલાઇન અનુસાર મર્યાદિત સંખ્યા અને સમયમાં જુલૂસ કાઢવું પડશે. ગાઇડલાઇન અનુસાર 15 વ્યક્તિઓને એક વાહનમાં નિકળવાની છૂટ આપવામાં આવી છે. જુલૂસ ફક્ત એક દિવસ જ કાઢી શકશે. 
 
પોતા વિસ્તારમાં જ નિકાળવું પડશે. બીજા વિસ્તારમાં ફરી શકશે નહી. જ્યાં સુધી સંભવ હોય ત્યાં ઓછામાં ઓછા સમયમાં ખતમ કરવું પડશે. કોંગ્રેસના ત્રણે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, મોહમદ જાવીદ પીરજાદા અને ઇમરાન ખેડાવાલાની ભલામણ બાદ સરકારે જુલૂસ નિકાળવાની પરવાનગી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇદ-એ-મિલાદ પર જુલૂસ કાઢવાની મંજૂરી આપ્યા બાદ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને વાંકાનેરના ધારાસભ્ય મોહમદ પીરજાદાએ મુખ્યમંત્રી પાસે માંગ કરી હતી.