ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 30 જાન્યુઆરી 2019 (11:03 IST)

PM નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી પાસેથી સીખી આ 3 મોટી વાતો, તેથી દુનિયાભરમાં આજે વાગી રહ્યો છે ડંકો

30 જાન્યુઆરી 1948ના રોજ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોડસેએ બાપૂની છાતી એ સમયે છલની કરી દીધી જ્યારે તેઓ દિલ્હીના બિડલા ભવનમાં સાંજની પ્રાર્થના સભામાંથી ઉઠી રહ્યા હતા. ત્યારબાદ ગોડસે વિરુદ્ધ શિમલાની કોર્ટમાં કેસ ચાલ્યો અને 15 નવેમ્બર 1949ના રોજ નાથૂરામ ગોડસેને ગાંધીની હત્યાના આરોપમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી. ગાંધીજી  ભલે સમય પહેલા  દુનિયા છોડીને જતા રહ્યા પણ તેમના વિચાર આજે પણ જીવંત છે. જેમના પર ચાલીને અનેક સામાન્ય લોકો ખાસ લોકો બની ચુક્યા છે. કંઈક આ જ રીતે પીએમ નરેન્દ્ર મોદી પણ છે.  જેમણે ગાંધીજીની શિખવાડેલ વાતનુ અનુસરણ કર્યુ છે અને દુનિયામાં તેમનો ડંકો વાગી રહ્યો છે.  મોદીએ ખુદ 2 ઓક્ટોબરના રોજ એક લેખ દ્વારા આ વાતોનો ઉલ્લેખ કર્યો હતો આવો એક નજર નાખીએ એ 3 વાતો પર જે મોદીએ મહાત્મા પાસેથી શીખી. 
 
1. 2 ઓક્ટોબર 2018માં છપાયેલા છાપાઓના લેખ મુજબ પીએમ મોદીને ગાંધીજી પાસેથી શાંતિ અહિંસા અને માનવતાને એકજૂટ કરવાની પ્રેરણા મળી. ગાંધીજીના સમાનતા અને સમાવેશી વિકાસ સિદ્ધાંતથી જ પીએમ મોદીને વિકાસનુ સૂત્ર મળ્યુ. 
 
2. 2014 માં પીએમ મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. જેની પ્રેરણા પણ તેમને મહાત્મા ગાંધીના જીવનમાંથી મળી હતી. પીએમ મોદીના લેખ મુજબ, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે.. આ બાપુજીની સૌથી પ્રિય પંક્તિઓમાંથી એક હતી. આ એ ભાવના હતી, જેમણે તેમને બીજા માટે જીવન જીવવા માટે પ્રેરિત કર્યા. 
 
3. પીએમ મોદીને મહાત્મા ગાંધી પાસેથી પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવાની પણ પ્રેરણા મળી. મોદીના લેખ મુજબ મહાત્મા ગાંધીએ એક સદીથી પણ વધુ સમય પહેલા માનવની જરૂરિયાત અને તેની લાલચની વચ્ચે અંતર સ્પષ્ટ કર્યુ હતુ. તેમણે પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરતી વખતે સંયમ અને કરુણા બંનેનુ પાલન કરવાની સલાહ આપી અને ખુદ તેનુ પાલન કરીને મિસાલ રજુ કરી હતી. તેઓ પોતાનુ શૌચાલય ખુદ સ્વચ્છ કરતા હતા અને આસપાસના વાતાવરણની સ્વચ્છતા સુનિશ્ચિત કરતા હતા. ગાંધીજી આ ખાતરી કરતાહતા કે પાણી ઓછામાં ઓછુ વપરાય અને અમદાવાદમાં તેમણે આ વાત પર વિશેષ ધ્યાન આપ્યુ કે દૂષિત જળ સાબરમતીના જળમાં ન ભળે.