ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 15 ઑક્ટોબર 2021 (08:27 IST)

Global Hand Washing Day - વારંવાર સાબુથી હાથ ધોવાથી 90 ટકા જેટલી ચેપી બીમારીઓથી બચી શકાય

કોરોના મહામારીમાં સાબુ કે સેનેટાઇઝરથી હાથ ધોવા પર ખૂબ જ ભાર મુકવામાં આવે છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે 15 ઓક્ટોબરને બુધવારે સ્વચ્છતાના આગ્રહ સાથે વિશ્વ સ્તરે હાથ ધોવાના દિવસ (ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે)ની ઉજવણી કરવામાં આવે છે.. હાથ ધોવાની એક ક્રિયા માટે દિવસ ઉજવાય એ હેન્ડ વોશિંગનું મહત્વ દર્શાવે છે. એક માહિતી મુજબ જો વારંવાર હાથ ધોવાની ટેવ હોય તો માત્ર કોરોના જ નહી 90 ટકા જેટલી ચેપી બીમારીઓથી બચી શકાય છે.  તેમાં ખાસ તો સાબુથી હાથ ધોવાનુ઼ મહત્વ છે. જેનો મુખ્ય હેતુ સ્વચ્છતા અને આરોગ્ય સારૂ રહે તેવો છે.
 
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઇએ તો સાબુથી હાથ ધોઇને જમવા બેસવું જોઇએ. જો આમ ન કરવામાં આવે તો સેંકડો સૂક્ષ્મ કિટાણુ આહારમાં ભળે છે. નખકે આંગળા વચ્ચે ફસાયેલા દૂષિત પદાર્થો નુકશાન કરે છે. બીજુ લેટ્રિન ગયા બાદ જો સાબુ વડે બરાબર હાથ ધોવામાં ન આવે તો સેંકડો સૂક્ષ્મ જંતુઓ હાથમાં ભાગોમાં રહેલા હોય તે ખાવાની સાથે પેટમાં પહોંચી આરોગ્યને હાનિ કરે છે. માટે સાબુથી હાથ ધોવાની ટેવ પાડવામાં આવે તો આરોગ્યની વૃદ્ધિ થશે. તેનો લાભ આપણને જ થશે.
 
ફેક્ટ ફાઇલ
- અસ્વચ્છતાના કારણે વિશ્વભરમાં દર વર્ષે 35 લાખ બાળકો પાંચમો જન્મ દિવસ ઉજવ્યા વગર જ પ્રભુને પ્યારા થઇ જાય છે.
- ઇંગ્લેન્ડમાં 50 ટકા મહિલા બાળકના ઝાડો વિ. સાફ કર્યા બાદ સાબુથી હાથ ધોતી નથી.
- 2005ના વર્ષથી ન્યૂયોર્કની હોસ્પિટલોમાં ડોકટરોએ સાબુથી હાથ ધોવાના અભિયાનનો આરંભ કર્યો હતો.
- ગરીબ ગણાતા યુગાન્ડા દેશમાં 95 ટકા ગ્રામ્ય વિસ્તારોમાં સાબુનો નિયમિત ઉપયોગ થાય છે.
- આ અંગે વિશષ માહિતી ગ્લોબલહેન્ડવોશિંગડે વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
 
2008થી ઉજ‌વણીનો આરંભ
સમગ્ર વિશ્વમાં આ દિવસ ઇ.સ.2008થી નિયમિતપણે ઉજવાય છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા 2008ના વર્ષને આંતરરાષ્ટ્રીય સેનિટેશન વર્ષ તરીકે જાહેર કરાયું ત્યારે સ્ટોકહોમ ખાતે તા.17થી 23 ઓગસ્ટ 2008 દરમિયાન વર્લ્ડ વોટર વીક ઉજવાયું હતુ. ત્યારે ચર્ચા બાદ નિર્ણય લેવાયો હતો કે 15 ઓક્ટોબર, 2008થી આ દિવસ વૈશ્વિક સ્તરે હાથ ધોવાના દિવસ તરીકે ઉજવાશે.