Delhi Pollution: ટ્રકોની એન્ટ્રી પર રોક, શાળાઓ બંધ... દિલ્હીમાં આજથી એક નહીં પણ અનેક પ્રતિબંધ, જાણો દિલ્હી-NCRમાં શું રહેશે ચાલુ અને શું રહેશે બંધ
દેશની રાજધાની દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, સીપીસીબી અને પર્યાવરણ મંત્રાલય દ્વારા રચિત સીએકયુંએમએ સોમવારથી દિલ્હીમાં ગ્રેપ-4 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ગ્રેપ-4ના અમલ પછી, સરકાર દ્વારા પ્રદૂષણ સ્તરને નિયંત્રિત કરવા માટે ઘણા કડક પગલાં અમલમાં મૂકવામાં આવશે. ગ્રેપ-4માં કારખાના, બાંધકામ અને ટ્રાફિક પર કડક નિયંત્રણો લાદવામાં આવશે. આ ઉપરાંત શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે. ગ્રેપ-4 લાગુ થયા બાદ દિલ્હી-NCRમાં શું ખુલશે અને શું બંધ રહેશે? આવો જાણીએ
ગ્રેપ-4 લાગુ પછી શું બંધ રહેશે ?
- દિલ્હીમાં ડીઝલ ટ્રકોનો પ્રવેશ બંધ
- દિલ્હીની બહાર કોમર્શિયલ વાહનો પર પ્રતિબંધ
- નર્સરીથી 11મી સુધીની શાળાઓ બંધ
- સરકારી અને ખાનગી ઓફિસો વર્ક ફ્રોમ હોમ મોડમાં ચાલી શકે છે
- તમામ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ રહેશે
- ઓડ-ઈવન નિર્ણય પણ લઈ શકાય છે
ગ્રેપ-4 લાગુ પછી શું ચાલુ રહેશે ?
- સીએનજી-ઈલેક્ટ્રીક અને આવશ્યક સેવાઓની ટ્રકો દોડશે
- CNG અને BS VI ડીઝલ વાહનો ચાલશે
- 10મા અને 12માના ક્લાસ ફિઝિકલ મોડમાં ચાલશે
- ઓફિસ 50% કર્મચારીઓને ઓફિસ બોલાવી શકે છે
- સ્વચ્છતા પ્રોજેક્ટ વગેરે સંબંધિત કામ ચાલુ રહેશે
- એમ્બ્યુલન્સ જેવી આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા વાહનો ચાલતા રહેશે.