શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 15 ઑગસ્ટ 2021 (13:03 IST)

ઘોર કળિયુગ: સાવકી માતાએ પૈસાની લેતીદેતી માટે પુત્રની કરી દીધી હત્યા

રૂપિયા માટે સંબંધોનું ખૂન કરવાનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક સાવકી માતાએ જવાન પુત્રની હત્યા કરીને લાશને સળગાવી દીધી હતી. પોલીસે આ કેસનો કોયડો ઉકેલી લીધો છે અને હવે માતા જેલના સળિયા પાછળ છે. પોલીસે મહિલા સહિત ઘટનામાં સામે ત્રણ પરિચિતોની પણ ધરપકડ કરી છે. 
કણભા પોલીસ મથકમાં રહેનાર 23 વર્ષીય હાર્દિક રજનીભાઇ પટેલ બુધવારેને ગુમ થયા હતા. પોલીસે જ્યારે પોલીસે શોધખોળ શરૂ કરી તો શંકાની સોઇ હાર્દિકની સાવકી માતા ગૌરી પર ગઇ. નક્કર પુરાવા એકઠા કર્યા બાદ પોલીસે ગૌરીની ધરપકડ કરીને કડક પરપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલી લીધો.  
 
ગૌરીએ પૂછપરછમાં તેણે હાર્દિકની હત્યા માટે મહારાષ્ટ્રની પોતાના ત્રણ સંબંધીઓને બોલાવ્યા હતા. ત્રણેય બુધવારે સવારે અમદાવાદ પહોંચ્યા હતા અને ઘરમાં જ ત્રણેય હાર્દિકનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ચારેયએ અંધારું થવાની રાહ જોઇ અને અડધી રાત્રે બોરીમાં ભરીને લાશ સુમસામ જગ્યા પર લઇ જઇને સળગાવી દીધી છે. ત્યારબાદ ગૌરી પાસેથી પૈસા લઇને ત્રણેય સંબંધીઓ મહારાષ્ટ્ર પરત ફરી ગયા હતા. 
 
ઘટનાના લીધે ખુલાસો કરતાં ગૌરીએ જણાવ્યું કે તેણે પોતાના એશો આરામ માટે પુત્ર હાર્દિકના નામ પર કેટલાક લોકો પાસેથી 30 લાખ ઉધાર લીધા હતા. જ્યારે હાર્દિકને ખબર પડી કે તેણે ગૌરી સાથે ઝઘડો કર્યો અને પૈસા આપવાની વાત કહી હતી. તેના લીધે ગૌરીએ તેની હત્યાનો પ્લાન બનાવ્યો અને તેણે ઘટનાને અંજામ આપ્યો હતો. 
 
આ મામલે ચોંકાવનારી વાત સામે આવી છે કે ગૌરી આ પહેલાં પોતાના સગા પુત્રની હત્યા કરી ચૂકી છે. આ જાણકારી મહારાષ્ટ્ર પોલીસને મળી છે કે હાર્દિકના પિતા સાથે ગૌરીના પણ બીજા લગ્ન થયા હતા. પહેલાં પતિથી પુત્ર હતો, જેને ગુસ્સામાં આવીને હત્યા કરી દીધી હતી. હત્યાના કેસમાં ગૌરી ઘણા વર્ષો જેલમાં પણ રહી હતી.