ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 14 ઑગસ્ટ 2021 (11:20 IST)

ભારત બાયોટેકે તૈયાર કરી નાકમાં આપનાર કોરોના વેક્સીન, બીજા તબક્કાના ટ્રાયલને મળી મંજૂરી

નવી દિલ્હી: કોરોના મહામારીનો સામનો કરવા માટે ભારતને જલદી જ એક વધુ વેક્સીન મળવા જઇ રહી છે. આ વેક્સીન નાક દ્વારા ડ્રોપના રૂપમાં આપવામાં આવશે.  
 
જાણકારી અનુસાર આ વેક્સીન ભારત બાયોટેક દ્વારા વિકસીત કરવામાં આવી રહી છે. કંપનીને આ વેક્સીનના બીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી મળી ગઇ છે. ક્લિનકલ ટેસ્ટ માટે નિયામકની મંજૂરી મળી ગઇ છે. ડીબીટીએ કહ્યું કે આ દવાના પ્રથમ તબક્કાનું ટ્રાયલ 18 થી 60 વર્ષના લોકો પર કરવામાં આવ્યો હતો. જે પુરી રીતે સફળ રહ્યું છે. 
 
DBT એ કહ્યું કે 'નાક દ્વારા આપવામાં આવનાર ભારત બાયોટેક ની આ પ્રથમ નેજલ રસી છે. જેને બીજા તબક્કાના પરીક્ષણ માટે  નિયામકની મંજૂરી મળી ગઇ છે. તેનાથી ડીબીટીએ એક નિવેદનમાં કહ્યું હતું કે કંપનીને બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી મળી ગઇ છે. આ પ્રકારની કોરોનાની પ્રથમ રસી છે, જેનું ભારતમાં મનુષ્યો પર ટ્રાયલ થશે. કંપનીએ તેની ટેક્નિક સેંટ લુઇસ સ્થિત વોશિંગ્ટન યૂનિવર્સિટીથી પ્રાપ્ત કરી હતી. 
 
ડીબીટીએ કહ્યું કે કંપનીએ જાણકારી આપી છે કે પ્રથમ તબક્કાના ટ્રાયલમાં સામેલ લોકોના શરીરને રસીના ડોઝને સહજતાપૂર્વક સ્વિકાર કરી લીધો છે. ક્યાંથી પણ સાઇડ ઇફેક્ટની જાણકારી નથી. તે પહેલાંના રિસર્ચોમાં પણ રસી સુરક્ષિત મળી આવી છે. ડીબીટીએ કહ્યું કે પશુઓ પર થયેલ સ્ટડીમાં રસી એંટીબોડીનું ઉચ્ચત સ્તર બનાવવામાં સફળ રહી.