મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 19 નવેમ્બર 2024 (09:27 IST)

Birthday Indira Gandhi - ઈન્દિરા ગાંધીના એ કામ જેના કારણે વાજપેઈજીએ તેમને દુર્ગાનુ ઉપનામ આપ્યુ

indira gandhi
ઈન્દિરા ગાંધી વિશે માહિતી- ભારતની લોકમહિલા તરીકે ઓળખનારા ઈન્દિરા ગાંધીનો આજે જન્મદિવસ છે. તેઓ 19 નવેમ્બર 1917ના રોજ ઈલાહાબાદમાં નેહરુ પરિવારમાં જન્મ્યા હતા. ભારતની પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ પોતાના જીવનમા પદ પર રહેતા એવા કેટલાક મોટા નિર્ણયો લીધા હતા જેને માટે હંમેશા તેમને યાદ કરવામાં આવશે. જો કે તેમાથી તેમના અનેક નિર્ણયો પર વિવાદ પણ થયો હતો. 
 
બાંગ્લાદેશના નિર્માણમાં અને ભારતને પરમાણું સમ્પન્ન દેશ કરવામાં ઈન્દિરાજીની મહત્વની ભૂમિકા રહેલી હતી.
 
ઈન્દિરાજીએ તેમના પિતા પંડિત જવાહરલાલ નેહરૂ સાથે મળીને ભારતની આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે તેમની ઉમરના મિત્રોની એક વાનર સેના રચી હતી.
 
આ વાનર સેના ઠેર ઠેર અંગ્રેજો વિરૂદ્ધ પોસ્ટરો લઈને નારેબાજી કરતા હતાં. તથા ઝંડા અને બેનરો લઈને આઝાદીના લડવૈયાઓમાં જોમ ભરવાનું કાર્ય કરતા હતાં.તેમણે 1941 માં ઓક્સફોર્ડ માંથી ભણતર પૂરુ કરી સ્વદેશ પાછા ફરી આઝાદીની લડતમાં જોડાઈ ગયા હતાં.
 
સપ્ટેમ્બર 1943માં અંગ્રેજ પોલીસે તેમને કોઈપણ ગુના વગર પકડ્યાં હતાં. 243 દિવસ જેલમાં રાખ્યા બાદ 13 મે 1943ના રોજ તેમણે છોડવામાં આવ્યા હતાં. ઈન્દિરાજીને 1959 અને 1960 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતાં. 1964માં તેમને રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા.
 
તે સમયના પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીના મંત્રીમંડળમાં તેમને સૂચના અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા હતાં. મોરારજી દેસાઈને 1966માં હરાવીને ઈન્દિરા ગાંધી દેશની પાંચમી અને પ્રથમ મહિલા વડાપ્રધાન બની ગયા.
 
પાકિસ્તાન સાથેના 1971માં થયેલા સંગ્રામમાં તેમણે બાંગ્લાદેશ નામનો અલગ દેશ રચના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારથી ઈન્દિરા ગાંધી દૃઢ ઈરાદાવાળી મહીલા નેતાના રૂપે ઓળખાવા લાગ્યા, અટલબિહારી વાજપેઈએ તેમને દૂર્ગાનું ઉપનામ આપ્યુ.
 
અમેરિકા જેવા દેશની ચિંતા કર્યા વગર ગાંધીએ 1974માં પોખરણ પરમાણુ વિસ્ફોટ કરી ચીનની સેનાને લલકારી હતી.
 
1977 માં કટોક્ટી લાદવા બદલ ચૂંટણી માં હાર મળી હતી, ત્યાર બાદ ત્રણ વર્ષ સુધી તેમને વિપક્ષમાં રહેવું પડ્યુ હતું.
 
ઈન્દિરા ગાંધી જેવી સક્ષમ નેતાના રૂપમાં ભારતીય ઇતિહાસમાં હજી સુધી કોઈ આવ્યુ નથી, અને કદાચ આવા ભ્રષ્ટ રાજકારણમાં આવી મહિલાનું આગમન થવું આવકાર્ય છે પણ તે મૂશ્કેલ છે. આવી હસ્તીને હ્રદયથી શ્રદ્ધાંજલિ..

Edited By- Monica sahu