બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (10:13 IST)

અમેરિકામાં નસ્લીય હુમલામાં માર્યા ગયેલા એંજિનિયરનો મૃતદેહ હૈદરાબાદ પહોંચ્યો

અમેરિકામાં નસ્લી હુમલામાં માર્યા ગયેલ ભારતીય એંજિનીયર શ્રીનિવાસ કોચીભોતલાનો મૃતદેહ સોમવારે રાત્રે અહી પહોંચી ગયો. હવાઈ મથક પરથી તેમના મૃતદેહને બાચૂપલ્લી સ્થિત રહેઠાણ પર લાવવામા આવ્યો. 
 
તેઓ અમેરિકાના ઓલાથેના ગારમિન મુખ્યાલયમાં કામ કરતા હતા. બુધવારે રાત્રે થયેલ હુમલામાં તે માર્યા ગયા જ્યારેકે તેમના સાથી આલોક મદાસાની ઘાયલ થઈ ગયા હતા. હુમલાવરથી ભારતીયોને બચાવવા દરમિયાન એક અમેરિકી નાગરિક ઈયાન ગ્રિલોટ પણ ઘાયલ થઈ ગયા હતા. 
 
ઉલ્લેખનીય છે એક અમેરિકામાં ભારતીય એન્જિનિયર શ્રીનિવાસની હત્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂપકીદી પર હિલેરી ક્લિન્ટને અનેક સવાલો ઉભા કર્યા છે. હિલેરીએ ટ્વિટ કરીને ટ્રમ્પને ચૂપ્પી તોડી આગળ આવી આ મામલે પોતાનો પક્ષ રજુ કરવા જણાવ્યું છે. દુનિયાભરમાં ભારતીયો પર થયેલા આ હુમલા અંગે વિરોધીનો વંટોળ ઊભો થયો છે.
 
હિલેરીએ ટ્વિટ કરીને કહ્યું કે ધમકી અને નફરતથી ભરેલા અપરાધોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આપણે રાષ્ટ્રપતિને તેમનું કામ દર્શાવવાની જરૂર નથી. ટ્રમ્પે આગળ આવીને પોતે આ મુદ્દે જવાબ આપવો જોઈએ. આ સાથે જ તેમણે વધુ એક ટ્વિટ કરી જેમાં મુસ્લિમ દેશો પર પ્રતિબંધ લગાવવાની ટ્રમ્પની નીતિની આકરી ટિકા કરી. તેમણે અમેરિકાની ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સિક્યોરિટીના રિપોર્ટનો હવાલો આપ્યો.  હિલેરીએ કહ્યું કે તમારા રિપોર્ટથી સાબિત થઈ ચૂક્યું છે કે બહારના દેશોના નાગરિકો પર પ્રતિબંધથી સુરક્ષામાં વધારો થવાનો નથી. તેનાથી ડર અને ગુસ્સો વધશે.