પાક. જેલમાં બંધ પૂર્વ નૌસેના અધિકારી કુલભૂષણ જાઘવને ફાંસીની સજા
. પાકિસ્તાનમાં ભારતીય જાસૂસ હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલ કુલભૂષણ જાધવને મોતની સજા સંભળાવવામાં આવી છે. ઈંટર સર્વિસેજ પબ્લિક રિલેશંસ (ISPR)એ કહ્યુ કે ફીલ્ડ જનરલ કોર્ટ માર્શલે જાધવને મોતની સજા સંભળાવી. પાક સેના પ્રમુખ કમર જ આવેદ બાજવાએ જાધવને મોતની સજા સંભળાવવાના સમાચારની ચોખવટ કરી છે.
કુલભૂષણ જાધવને ત્રણ માર્ચ 2016ના રોજ બલૂચિસ્તાનના માશકેલ વિસ્તારમાં પાકિસ્તાન વિરુદ્ધ જાસૂસી અને વિધ્વંસકારી ગતિવિધિયોમાં લિપ્ત થવાના આરોપમાં ધરપકડ કરી હતી. ભારતે આ બધા આરોપોને રદ્દ કર્યા હતા.
ગયા વર્ષે પાક સેનાએ જાધવનુ એ નિવેદન રજુ કર્યુ હતુ જેમા તેમને એવુ કહેતા બતાવાય રહ્યા છે કે તેઓ ભારતીય નૌસેનાના અધિકારી છે. ભારત સરકાર આ કબૂલ કરી ચુકી છે કે જાધવ ભારતીય નૌસેનાના રિટાયર્ડ અધિકારી છે. પણ રિટાયરમેંટ પછી તેઓ કોઈપણ રીતે સરકાર સાથે જોડાયેલા નહોતા.