બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :ચંડીગઢ. , બુધવાર, 27 જાન્યુઆરી 2021 (13:02 IST)

Deep Sidhu - જાણો કોણ છે આ પંજાબી અભિનેતા જેના પર ખેડૂતોને ભડકાવવાનો છે આરોપ

દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલ હિંસા અને લાલ કિલ્લા પર થયેલ પ્રદર્શન પછી ખેડૂતોએ પંજાબી અભિનેતા દીપ સિદ્ધૂ પર લોકોને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો છે. દિલ્હીમાં લાલ કિલ્લાપર નિશાન સાહિબ લહેરાવ્યા પછી સિદ્ધૂનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. જેમા તેણે કહ્યુ, અમે તો ફક્ત લાલકિલ્લા પર નિશાન સાહિબ લહેરાવ્યો છે જે અમારો લોકતાંત્રિક હક છે. ત્યાથી ત્રિરંગો હટાવાયો નથી. ખેડૂત સંગઠનોનુ કહેવુ છે કે સિદ્ધૂના કહેવા પર જ પ્રદર્શનકારી ઉગ્ર થઈને લાલ કિલ્લામાં દાખલ થયા હતા.

 
દીપ સિદ્ધૂ સની દેઓલના ચૂંટણી પ્રભારી હતા 
 
ભલે ફિલ્મ એક્ટર અને ગુરદાસપુરના સાસદ સની દેઓલે દીપ સિદ્ધૂ સાથે પોતાનો સંબંધ નથી હોવાનો દાવો કર્યો હોય પણ આ વાત જરૂરી છે કે દીપ 2019ના ચૂંટણીમાં તેમના ચૂંટણી પ્રભારી હતા. કિસાન સંગઠનોનો દાવો છે કે સિદ્ધૂએ 2019ના લોકસભા ચૂંટણીમાં સિદ્ધૂ માટે ગુરદાસપુરમાં ખૂબ પ્રચર કર્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં દેઓલ સિદ્ધૂ સાથેના પોતાના રિલેશનથી છેટા રહ્યા હતા. 
 
દીપ સિદ્ધૂ - મોડલ, અભિનેતા, લીગલ એડવાઈઝર 
 
દીપ સિદ્ધૂનો જન્મ પંજાબના મુક્તસરમાં થયો છે. તે મૉડલ અને અભિનેતા છે. કિંગફિશર મૉડલ હંટ સહિત તેમણે મોડેલિંગની અનેક હરીફાઈઓ જીતી છે. એક્ટિંગની દુનિયામાં તેમણે ફિલ્મ રમતા જોવી દ્વારા શરૂઆત કરી. આ ફિલ્મને જાણીતા અભિનેતા ધર્મેન્દ્રના બેનર વિજેતા ફિલ્મ્સે બનાવી હતી. આ સાથે જ તેઓ લીગલ એડવાઈઝર પણ છે.  તેમણે રાજનીતિમાં 2019માં પગ મુક્યો અને ગુરદાસપુરથી બીજેપીના નેતા સની દેઓલ માટે પ્રચાર કર્યો હતો. જ્યારે ખેડૂતોનુ આદોલન શરૂ થયુ અને સિદ્ધૂ આ આંદોલનમાં ભાગ લેતા જોવા મળ્યા તો અનેક કિસાન સંગઠનોના નેતાઓએ  તેના પર બીજેપીના એજંટ હોવાનો આરોપ પણ લગાવ્યો, જેણે સિદ્ધૂએ સ્પષ્ટ રૂપે નકારી દીધી. 
 
કિસાન આંદોલન સાથે શરૂથી જોડાયેલા છે દીપ સિદ્ધૂ 
 
જેવુ જ કૃષિ આંદોલન શરૂ થયુ દીપ સિદ્ધૂ સક્રિય થઈ ગયા. રસ્તાઓને ટોલ ફ્રી કરાવવા અને ગામ ગામ જઈને ખેડૂતોને આદોલન માટે તૈયાર કરવામા સિદ્ધૂની મહત્વની ભૂમિકા છે.  અનેકવાર તેણે અનેક એવા અલગાવવાદી નિવેદન આપ્યા હતી, જેણે ખેડૂત સંગઠન બિલકુલ પસંદ કરતા નથી. તે કૃષિ સગઠનના નેતાઓ વિરુદ્ધ પણ બોલતા હતા. અનેકવાર તો આદોલન દરમિયાન કૃષિ નેતાઓએ પણ તેમને સ્ટેજ પર ન ચઢવા દીધા. આ બધુ છતા યુવા ખેડૂતોમાં તેમની લોકપ્રિયતા ખૂબ વધુ છે. ખેડૂતો સાથે જોડાયેલા રહેવા માટે તેઓ ખુદ જમીન પર સક્રિય રહેવા ઉપરાત ડિઝિટલની પણ સંપૂર્ણ મદદ લે છે.   તેઓ મોટેભાગે ફેસબુક લાઈવ દ્વારા પણ ખેડૂતોને સંબોધિત કરે છે. 
 
 
જ્યારે અંગ્રેજીમાં પોલીસ અધિકારી સાથે કરી વાત 
 
થોડા સમય પહેલા સિદ્દૂનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં સિદ્ધૂ સિંદૂ બોર્ડર પર ખેડૂતો સાથે ઉભા હતા. વીડિયોમાં તે એક પોલીસ અધિકારી સાથે અંગ્રેજીમાં વાત કરતા પણ જોવા મળી રહ્યા હતા. આ વીડિયો પછી પંજાબના ખેડૂતોના અભ્યાસ અને તેમના સ્ટેટસને લઈને તમામ ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. 
 
એનઆઈએ આપ્યુ હતુ સમન 
 
ગયા અઠવાડિયે એનઆઈએ સિદ્ધૂને સિખ ફોર જસ્ટિસ (એસએફજે)મામલાની તપાસના પ્રર્કિયામાં રજુ થવા માટે સમન મોકલ્યુ હતુ, જે ગયા વર્ષે 15 ડિસેમ્બરના રોજ નોંધવામાં આવ્યુ હતુ. લાલ કિલ્લાની ઘટના  પછી ખેડૂત સંગઠન હવે તેનાથી હાથ ખંખેરી રહ્યા છે. અહી સુધે એકે સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) એ પણ સિદ્ધૂથી દૂર થઈ ગયા છે અને તેના પર ખેડૂતોને લાલ કિલ્લાની તરફ લઈ જવાનો આરોપ લગાવ્યો.  એસકેએમે કહ્યુ કે સિદ્ધૂ સોમવારે રાત્રે એક મંચ પર જોવા મળ્યા અને ભડકાઉ ભાષણ આપીને તોડફોડ કરી. 
 
લાલ કિલ્લાની ઘટના પછી વીડિયો, સનીનુ ટ્વીટ 
 
સિદ્ધુએ લાલકિલ્લાની ઘટના પછી સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેણે કહ્યુ હતુ કે અમે ફક્ત લાલ કિલ્લા પર નિશાન સાહિબવાળો ધ્વજ લહેરાવ્યો છે જો કે આપણો લોકતાંત્રિક હક છે. ત્યાથી ત્રિરંગો હટાવ્યો નહોતો. આ વીડિયોને લઈને પણ તમામ થ્યોરિઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બીજી બાજુ દિલ્હીનો સમગ્ર ઘટનાક્રમ પછી ગુરદાસપુરના  બીજેપી સાંસદ સની દેઓલે કહ્યુ કે તેમનો કે તેમના પરિવારનો સની દેઓલ સાથે કોઈ સંબંધ નથી.