મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 23 જુલાઈ 2023 (12:25 IST)

Landslide in Maharashtra: રાયગઢમાં આજે ફરી બચાવકાર્ય શરૂ થયું છે, 82 લોકો હજુ લાપતા

landslide in raigad irshawadi village
Landslide in Maharashtra:રાયગઢ જિલ્લાના ઇર્શાલવાડી ગામમાં ભૂસ્ખલન બાદ ચોથા દિવસે NDRF અને અન્ય એજન્સીઓએ શોધ અને બચાવ કામગીરી ફરી શરૂ કરી હતી. અંધારું અને ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી અટકાવી દેવામાં આવી હતી.
 
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને અન્ય એજન્સીઓએ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ઇર્શાલવાડી ગામમાં ભૂસ્ખલન બાદ રવિવારે ચોથા દિવસે શોધ અને બચાવ કામગીરી ફરી શરૂ કરી હતી. 
 
અધિકારીઓએ જણાવ્યું કે આ ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે. એનડીઆરએફના એક અધિકારીના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે ફરીથી શોધ અને બચાવ કામગીરી શરૂ થયા બાદ હજુ સુધી કોઈ શબ મળી શક્યું નથી.
 
અધિકારીઓએ જણાવ્યું કે ગામના 48 ઘરોમાંથી ઓછામાં ઓછા 17 મકાનો કાટમાળ નીચે સંપૂર્ણ અથવા આંશિક રીતે દટાઈ ગયા છે. અગાઉ, અધિકારીઓએ કહ્યું હતું કે શનિવારના ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 27 થઈ ગયો છે, જ્યારે 81 લોકો હજુ સુધી શોધી શકાયા નથી.