ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified ગુરુવાર, 24 નવેમ્બર 2022 (07:42 IST)

Love Story - મૃત ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, કુંવારા રહેવાની પ્રતિજ્ઞા લીધી

marriage
આસામમાં એક યુવકે તેની મૃત ગર્લફ્રેન્ડ (Dead Girlfriend) સાથે તેના અંતિમ સંસ્કારમાં લગ્ન (Marriage) કર્યા અને કથિત રીતે તેના બાકીના જીવન માટે કુંવારા રહેવાની પ્રતિજ્ઞા લીધી. આ ઘટના બાદ શ્રદ્ધાનો કિસ્સો અહીં ટાંકવો જરૂરી થઈ જાય છે. એક તરફ પ્રેમ પોતાના પ્રેમી પ્રેમીકા માટે સર્વસ્વ લૂટાવી દેવાનું પ્રતિક છે જે આ યુવકના કિસ્સામાં સાબિત થાય છે. તો બીજી તરફ સમાજમાં કેટલાક એવા હેવાન પણ છે જે પ્રેમ અને પ્રેમમાં કરેલા વાયદાઓ ભૂલી પોતાની પ્રેમિકાના ટૂકટે ટૂકડા કરી નાંખે છે.
 
 આસામની રાજધાની ગુવાહાટી અંતર્ગત આવતા એક ગામનો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, 27 વર્ષિયા બિટુપન પોતાની પ્રેમિકા સાથે એ તમામ વિધિ અને રસમો પુરી કરે છે, જે એક સામાન્ય લગ્ન દરમિયાન કરવામાં આવે છે. જો કે, તે જાણે છે કે, તેની પ્રેમિકા હવે આ દુનિયામાં નથી. આ શખ્સ પોતાની પ્રેમિકાના માથામાં સિંદુર ભરે છે અને તેના ગળામાં સફેદ હાર પણ પહેરાવે છે.