શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ન્યૂયોર્ક. , શુક્રવાર, 21 એપ્રિલ 2017 (11:02 IST)

મોદી 'ટાઈમ' ના સૌથી વધુ 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટાઈમ પત્રિકની આ વર્ષ માટે રજુ દુનિયાના 100 સર્વાધિકા પ્રભાવશાળી લોકોની વાર્ષિક યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે.  આ યાદીમાં પેટીએમના સંસ્થાપક વિજય શંકર શર્માને પણ સ્થાન મળ્યુ છે.  યાદીમાં ફક્ત 2 ભારતીય જ સામેલ છે.  યાદીમાં ફક્ત 2 ભારતીય જ સામેલ છે. પત્રિકાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને બ્રિટિશ પ્રધાનમંત્રી થેરેસામાં પણ પોતાની યાદીમાં સ્થાન આપ્યુ છે. આ યાદીમાં દુનિયાભારના કલાકારો, નેતાઓ અને પ્રમુખ હસ્તિયોને સ્થાન મળ્યુ છે.  જેમને તેમના નવોન્મેષ, તેમની મહત્વાકાંક્ષા, સમસ્યાઓને હલ કરવામાં તેમની પ્રતિભાને લઈને સન્માનિત કરવામાં આવ્યો છે. મોદીની પ્રોફાઈલ લેખક પંકજ મિશ્રાએ લખ્યુ છે. 
 
ટાઈમ મેગેઝીન દ્વારા 2017 માટે જારી કરવામાં આવેલી યાદીમાં લીડર્સની શ્રેણીમાં નરેન્દ્ર મોદીને થેરેસા મે બાદ બીજા સ્થાન પર રાખવામાં આવ્યા છે. જ્યારે વિજય શેખર શર્માને ટાઈટન શ્રેણીમાં 13માં સ્થાન પર રાખવામાં આવ્યા છે.
 
આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને બ્રિટિશ પ્રધાનમંત્રી થેરેસા મેને પણ સામેલ કરવામાં આવ્યા છે. મોદીની પ્રોફાઈલ લખનાર પંકજ મિશ્રાએ કહ્યું કે, મે 2014માં મોદી વિશ્વના સૌથી મોટા લોકતંત્રના પ્રધાનમંત્રી બન્યા. મુસ્લિમ વિરોધી રમખાણોમાં આરોપી બનાવવાને કારણે અમેરિકાએ તેના પર પ્રતિબંધ લગાવ્યો, હિન્દુ રાષ્ટ્રવાદી આ નેતાએ પારંપરિક મીડિયાને છોડીને લોકો સાથે સીધો જ સંવાદ થાય તે માટે ટ્વીટરની મદદ લીધી.