શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (11:29 IST)

NEET PG Counselling 2021: નીટ પીજી કાઉંસલિંગને સુપ્રીમ કોર્ટને આપી મંજુરી, લાગૂ થશે OBC અને EWS અનામત

NEET PG 2021 Counselling Supreme Court Order: NEET PG 2021 કાઉન્સેલિંગ અને આરક્ષણના મામલે સુપ્રીમ કોર્ટે(Supreme Court) એ મોટો નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે  NEET PG કાઉન્સેલિંગ 2021ને મંજૂરી આપી છે. એટલે કે, હવે મેડિકલ પીજી એડમિશન 2021 (Medical PG Admission 2021)ને માટે નીટ પીજીની કાઉંસલિંગ શરૂ(NEET Counselling) કરી શકાય છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે NEET PG 2021માં OBC અનામત અને EWS ક્વોટા પર પણ નિર્ણય આપ્યો છે. જાણો કેસની સુનાવણી કરનાર જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેન્ચે શું કહ્યું?
 
ઓબીસી અનામત 
NEET PG 2021 માં પછાત વર્ગના આરક્ષણના મુદ્દા પર, સુપ્રીમ કોર્ટે કહ્યું કે 'અમે OBC અનામત (NEET PG OBC reservation) ની મંજુરીને કાયમ રાખીએ છીએ. એટલે ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓને આ વખતથી એડમિશનમાં 27 ટકા અનામતમાં લાભ મળશે. 
 
EWS અનામત 
 
નીટ પીજી એડમિશન  2021 (NEET PG admission 2021) આર્થિક રીતે નબળા વર્ગોનું આરક્ષણ એટલે કે EWS ક્વોટા (EWS Reservation) પરંતુ કેન્દ્ર સરકારના નિર્ણયને પણ હાલ પૂરતો યથાવત રાખવામાં આવ્યો છે. એટલે કે મેડિકલ પીજી એડમિશન 2021માં આરક્ષણનો લાભ એવા તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવશે જેમની વાર્ષિક કૌટુંબિક આવક 8 લાખ રૂપિયા સુધી છે.