શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 4 જૂન 2019 (11:04 IST)

બ્રિટનને પછાડી ભારત આ વર્ષે બની શકે છે પાંચમી મોટી અર્થવ્યવસ્થા

ભારત આ વર્ષે બ્રિટનને પાછળ છોડી દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. આઈએચએસ માર્કેટની તરફથી સોમવારે રજુ રિપોર્ટમાં આ અનુમાન લગાવાયુ છે. રિપોર્ટ મુજબ ભારતની જીડીપીનો આકાર અ વષે 2.10 લાખ અરબ રૂપિયા થઈ જશે જે બ્રિટનથી વધુ થશે. આ રિપોર્ટમાં એવુ પણ કહેવામાં આવ્યુ છે કે ભારત 2025 સુધી જાપાનને પછાડી એશિયા પ્રશાંત ક્ષેત્રની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. 
 
આ રિપોર્ટ લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપાની જીત પર રજુ કરવામાં આવી છે. જેમા મોદી સરકારના કાર્યકાળ દરમિયાન આર્થિક પરિદ્રશ્ય સકારાત્મક રહેવાની આશા બતાવવામાં આવી છે. સાથે જ 2019-23ના દરમિયાન જીડીપીની સરેરાશ વૃદ્ધિ દર 7 ટકાની આસપાસ રહેવાની વાત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે એશિયાઈ ક્ષેત્રીય વેપર અને રોકાણમાં તો ભારતનુ મુખ્ય યોગદાન હશે જ. તેનુ વૈશ્વિક જીડીપીમાં પણ યોગદાન વધશે. જેનાથી દુનિયાની મોટી અર્થવ્યવસ્થામાં ભારતની રૈકિંગ સતત સુધરતી જશે. 
 
દર વર્ષે 75 લાખ વધશે વર્કફોર્સ  : 
 
રિપોર્ટ મુજબ ભારતની જીડીપીમાં હાલ ઉત્પાદન ક્ષેત્રનુ યોગદાન 18 ટકા છે. તેનાથી વધીને 25 ટકા કરવાનુ લક્ષ્ય છે. આના આગામી બે દસકા દરમિયાન દર વર્ષે વર્કફોર્સમાં લગભગ 75 લાખનો વધારો થશે.