બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 6 ડિસેમ્બર 2018 (13:51 IST)

મૃત મહિલાના ગર્ભાશય દ્વારા થયો બાળકીનો જન્મ, મેડિકલ સાયંસની દુનિયાનો પહેલો કિસ્સો

દુનિયાભરમાં ગર્ભાશય વગર જીવી રહેલી મહિલાઓ માટે આ સમાચાર એક વરદાન સાબિત થઈ શકે છે. મેડિકલ સાયંસની દુનિયામાં આ પહેલો એવો મામલો છે જ્યારે ગર્ભાશય વગરની એક 32 વર્ષીય મહિલાના શરીરમાં એક મૃત મહિલાનુ ગર્ભાશય ટ્રાંસપ્લાંટ કરવામાં આવ્યુ. સાથે જ મહિલાએ સફળતાપૂર્વક ગર્ભ ધારણ કરીને એક બાળકીને પણ જન્મ આપ્યો. આ મહિલા બ્રાઝીલની રહેનારી છે. 
 
જો કે આ પહેલા પણ ગર્ભાશય મતલબ બાળકદાની ટ્રાંસપ્લાંટના 11 સફળ મામલા સામે આવ્યા છે. પણ મૃત મહિલાના શરીરનુ ગર્ભાશય લઈને બાળકના જન્મ સુધીની સફળતા પહેલીવાર જ મળી છે. બાળકી હવે એક વર્ષની થઈ ગઈ છે અને એકદમ સ્વસ્થ છે. 
 
શુ છે સમગ્ર મામલો 
 
મેડિકલ જર્નલ લેસેટમાં 4 ડિસેમ્બરના રોજ આવેલ માહિતી મુજબ ડોક્ટરોએ 45 વર્ષની એક મહિલાનુ ગર્ભાશય કાઢ્યુ. મૃત મહિલાના પહેલાથી જ ત્રણ બાળકો છે. જે સામાન્ય ડિલીવરીથી થઈ. લગભગ સાઢા 10 કલાક ચાલેલ ઓપરેશનમાં સાવધાનીથી મૃતકના ગર્ભાશયને કાઢવામાં આવ્યુ અને ફરી એક અલગ સર્જરીમાં 32 વર્ષની એ સ્ત્રીની અંદર ટ્રાંસપ્લાંટ કરવામાં આવ્યુ.  મહિલાનુ ગર્ભાશય નહોતુ પણ અંડાશય હતુ એટલે કે આઈવીએફ દ્વારા બાળક લાવી શકાતુ હતુ. આ એક અનોખો પ્રયોગ હતો. જેના પર સરકારી પૈસો લગાવાયો. 
 
ટ્રાસપ્લાંટ પછી પહેલીવાર પીરિયડ્સ 
 
સર્જરી સપ્ટેમ્બર 2016માં થઈ. જેના એક મહિનાની અંદર જ મહિલાને પહેલીવાર પીરિયડ્સ આવ્યા. ગર્ભાશય ટ્રાંસપ્લાંટ કરવાના 7 મહિના  પછી મહિલાનુ આઈવીએફ ટ્રીટમેંટ થયુ. જેમા તે તરત જ પ્રેગનેંટ થઈ ગઈ. પ્રેગનેસી દરમિયાન મહિલાને બીજી દવાઓ સાથે સાથે ઈમ્યૂનોસપ્રેસિવ દવાઓ આપવામાં આવી. જેથી મહિલાનુ શરીર ગર્ભાશયને  ફોરેન પાર્ટીકલ માનીને રિએક્ટ ન કરે.  ડોક્ટરોની દેખરેખમાં લગભગ 35 સપ્તાહ પછી એક સ્વસ્થ બાળકીનો જન્મ થયો. જન્મના તરત જ પછી ગર્ભાશય હટાવી લેવામાં આવ્યુ. કારણ કે મહિલાને સતત ઈમ્યૂનોસપ્રેસિવ પર રાખવુ ખૂબ મોંઘુ સાબિત થતુ અને આ મહિલાના આરોગ્ય માટે સારુ નહોતુ. 
 
કોણે માટે વરદાન સાબિત થશે 
 
આખી દુનિયામાં અનેક મહિલાઓ એવી છે જેમનુ ગર્ભાશય હોતુ નથી.  આવામાં તેમના દ્વારા માતા બનવુ અશક્ય હોય છે જેને કારણે દત્તક લેવુ કે પછી સરોગેસી જ એક માત્ર વિકલ્પ રહી જાય છે.  એ પણ અનેક પ્રકારના નિયમોને કારણે મોટાભાગે શક્ય નથી થઈ શકતુ.  આજકાલ ગર્ભાશયમાં ગાંઠ થવાને કારણે ઓછી વયમાં જ ગર્ભાશય હટાવવાની સર્જરી એટલે કે હિસ્ટેરેક્ટૉમી પણ સામાન્ય વાત થઈ ગઈ છે. ઓછી વયમાં જ મહિલાઓમાં આ સર્જરી થતા તેમનુ માતા બનવાનુ સપનુ અધૂરુ રહી જાય છે.