ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (10:59 IST)

પેરાલંપિક રમતોમાં ભારતની એક વધુ ચાંદી નોએડાના DM સુહાસ યથિરાજએ બેડમિંટનમાં જાત્યો સિલ્વર મેડલ

ટોક્યો પેરાલંપિક રમતોનો અંતિમ દિવસ નોએડાના ડીએમ અને આઈએએસ અધિકારી સુહાસ યથિરાજએ ઈતિહાસ રચી દીધુ છે જાપાતના ટોક્યો શહેરમાં રમાતા પેરાલંપિક રમતોના અંતિમ દિવસ સુહાસ બેશક ગોલ્ડ જીતવાથી રહી ગયા પણ સિલ્વર મેડલ જીતવાની સાથે તેણે ભારતના નામે 18મો મેડલ નાખી દીધુ છે. તેની સાથે સુહાસ પેરાલંપિક રમતોમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ આઈએએસ અધિકારી બની ગયા છે. ફાઈનલમાં સુહાસને ફ્રાંસના લુકાસ મજૂરની સામે 21-15, 17-21, 15-21 ના અંતરથી હારનો સામનો કરવુ પડ્યુ. પેરાંલંપિક રમતોમાં આ ભારતનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. સુહાસ એસએસ 4 કેટેગરીમાં અત્યારે વર્લ્ડ  રેંકિંગમાં ત્રીજા સ્થાન પર છે.