ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 3 એપ્રિલ 2022 (11:43 IST)

નવરાત્રીના પહેલા દિવસે જન્મેલી બાળકીને લોકો કહી રહ્યા છે ‘માતા દુર્ગા’, આ ચમત્કાર સાથે થયો જન્મ

મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં જન્મેલી એક બાળકી ચર્ચાનો વિષય બની રહે છે. નવરાત્રીના પહેલા દિવસે આ અનોખી બાળકીના જન્મને લોકો ચમત્કાર માની રહ્યા છે. ખરેખર, છોકરીની આંગળીઓ પર મહેંદી છે. તેનો જન્મ રાહતગાંવ આરોગ્ય કેન્દ્રમાં શનિવારે વહેલી સવારે થયો હતો. જો કે ડોક્ટરોનું કહેવું છે કે સમય પહેલા જન્મ લેવાને કારણે બાળકીની આંગળીઓ પર નિશાન છે.
 
નોંધનીય છે કે રાહતગાંવ હેલ્થ સેન્ટરમાં આ બાળકીનો જન્મ થતાં જ ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. જરૂરી તપાસ અને કાળજી લીધા બાદ જ્યારે તેઓ બાળકીને માતા જૂહી વિશ્વાસ અને પિતા સૌરભ બિસ્વાસ પાસે લાવ્યા ત્યારે કેન્દ્રમાં ખુશીનો માહોલ હતો. ત્યાં હાજર સ્ટાફ અને લોકો આ છોકરી વિશે ચર્ચા કરવા લાગ્યા. આ વાત એટલી ફેલાઈ ગઈ કે આજુબાજુના લોકો પણ બાળકીને જોવા માટે આરોગ્ય કેન્દ્ર ખાતે ભેગા થઈ ગયા.