1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 29 ડિસેમ્બર 2016 (12:21 IST)

31 ડિસેમ્બરના રોજ દેશને સંબોધિત કરી શકે છે PM મોદી, મોટા એલાનો થવાની શક્યતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવ વર્ષ પહેલા રાષ્ટ્રને સંબોધિત કરી શકે છે. સૂત્રોના મુજબ પીએમ મોદી 31 ડિસેમ્બરની સાંજે સાઢા સાત વાગ્યે દેશને સંબોધિત કરશે. નોટબંદીના એલાન પછી પીએમ મોદીનુ આ સંબોધન ખૂબ મુખ્ય માનવામાં આવી રહ્યુ છે કે પીએમ આ સંબોધન દરમિયાન કેટલાક મોટા એલાન પણ કરી શકે છે. 
 
જનતા માટે સરકારની શુ યોજનાઓ ? 
 
એવુ માનવામાં આવી રહ્યુ છે કે પીએમ પોતાના આ સંબોધનમાં નોટબંધી, ડિઝીટલ પેમેંટ, કેશલેસ ઈકોનોમીના મહત્વ અને ખેડૂતો મજૂરો અને યુવાઓની વાત કરી શકે છે. સાથે જ તે નવા વર્ષમાં દેશની જનતા માટે સરકારની કંઈ કંઈ યોજનાઓ છે તેના પર પણ વાત થઈ શકે છે. 
 
નોટબંધીના 50 દિવસ 28 ડિસેમ્બરના રોજ પૂરા 
 
ઉલ્લેખનીય છે કે નોટબંધી લાગૂ કરવાના 50 દિવસ 28 ડિસેમ્બરના રોજ પૂરા થઈ ગયા. પીએમે પરિસ્થિતિ સામાન્ય થવા માટે આટલો જ સમય માંગ્યો હતો.  મોદીએ 8 નવેમ્બરના રોજ રાષ્ટ્રના નામ સંબોધનમાં નોટબંધીનુ એલાન કર્યુ હતુ. આ સાથે જ 500 અને 1000ની નોટોનો ઉપયોગ પર પ્રતિબંધ લાગી ગયો. મોદીના મુજબ આ નિર્ણયનુ કારણ બ્લેકમની અને આતંકી ફંડિગ પર શિકંજો કસવાનો હતો.  વિપક્ષે આ મુદ્દાને ખૂબ ઉઠાવ્યો અને મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ.