શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 7 એપ્રિલ 2017 (17:53 IST)

જ્યારે મોદી પ્રોટોકોલ તોડીને હસીનાને મળવા એરપોર્ટ પહોચ્યા

બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીના તેમની ચાર દિવસીય ભારત યાત્રા પર દિલ્હી પહોંચી. તેમના સ્વાગત માટે પ્રધાનમંત્રી મોદી પણ હવાઈમથક પર હતા. તમને જણાવી નાખીએ કે પ્રધાનમંત્રી મોદી શેખ હસીનાના સ્વાગત માટે પ્રોટોકોલ તોડી આઈજીઆઈ હવાઈમથક પર પહોંચ્યા હતા. 
આધિકારિક સૂત્રને જણાવી દે કે પ્રધાનમંત્રીના હવાઈ મથક જવા માટે ખાસ વ્યવસ્થા નહી કરી હતી અને એ સામાન્ય યાતાયાત વચ્ચે હવાઈમથક પહોંચ્યા. તેના માટે ન ટ્રેફિક રોકાયા ન રૂટ ડાયવર્ટ કરાવ્યા. 
 
તમને જણાવી દે કે પ્રધાનમંત્રી હસીનાની આ ભારત યાત્રા સાત વર્ષના સમય પછી થઈ રહી છે. એ શનિવારે પીએમ મોદીની સાથે જુદા-જુદા મુદ્દા પર વાતચીત કરશે. માની જઈ રહ્યું છે કે આ સમયે ભારત બાંગ્લાદેશને સૈન્ય આપૂર્તિ ઉપલબ્ધ કરાવા માટે 50 કરોડ ડાલરનો કર્જ આપવાની જાહેરાત કરી શકે છે.