બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: દેહરાદૂન. , બુધવાર, 3 મે 2017 (10:52 IST)

ખુલી ગયા કેદારનાથના દ્વાર, સૌ પહેલા PM મોદીએ કર્યા દર્શન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસ પર છે. આજે જ કેદારનાથના કપાટ ખુલ્યા અને દર્શન કરનારા મોદી પહેલા વ્યક્તિ બન્યા. પીએમના દેહરાદૂન પહોંચતા પ્રદેશના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત, રાજ્યપાલ કેકે પોલ સહિત અનેક કેન્દ્રીય મંત્રી ધારાસભ્ય સાંસદે જૉલી ગ્રાંટ એયરપોર્ટ પર તેમનુ સ્વાગત કર્યુ.  8.50 પર મંદિરના કપાટ ખુલવા દરમિયાન ત્યા હાજર બીજા શ્રદ્ધાળુઓને દર્શનમાં કોઈ પરેશાની ન થાય. સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત અને સ્ટેટ ટુરિઝમ મિનિસ્ટર સતપાલ મહારાજ પણ મંગળવારે કેદારનાથ પહોંચ્યા અને પીએમના પ્રવાસ પર બધી વ્યવસ્થાઓની તપાસ કરી. 
 
આ ઐતિહાસિક અવસર પર મંદિરને દસ કુંતલ ગલગોટાના ફૂલથી સજાવવામાં આવ્યું છે. આ વચ્ચે સાંજે ઉત્સવ ડોલી પણ કેદારનાથ પહોંચી ગયા છે. વૈદિક મંત્રોચ્ચાર અને પૌરાણિક રીતિ-રિવાજોની સાથે મંદિરના કપાટ આજે સવારે 8.50 કલાકે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવનાર છે.
 
પીએમના આગમનને પગલે કેદારનાથ ધામ લશ્કરી છાવણીમા ફેરવાઈ ગયું છે. વડાપ્રધાન માટે ખાસ સુરક્ષાનો બંદોબસ્ત કરાયો છે. અહી પોલીસ અને અર્ધસૈનિક દળના 450 જેટલા જવાનો તૈનાત કરાયા છે. વડાપ્રધાન માટે વિશેષ પૂજાનું આયોજન પણ કરાયું છે.
 
પીએમનું કેદારનાથ શિડ્યુલ
વડાપ્રધાન કેદારનાથપ પહોંચીને 20 મિનીટના આરામ બાદ અંદાજે એક કલાક મંદિરમાં પૂજા-અર્ચના કરશે અને ત્યાર બાદ 10.10 કલાકે હરિદ્વાર પતંજલી યોગપીઠ જવા રવાના થશે. ત્યાં તેઓ એક કલાક રોકાશે, જેમાં પતંજલિના હર્બલ પાર્કનું ઉદઘાટન કરશે. ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે.